ભરૂચ પાલિકા ખાતે વોર્ડ નંબર ૯ રહીશોનું નગરપાલીકા પર હલ્લાબોલ

ભરૂચ પાલિકા ખાતે વોર્ડ નંબર ૯ રહીશોનું હલ્લાબોલ, વિપક્ષી સભ્યોએ રહીશોની સાથે રહી પાલિકા પ્રમુખ, તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદ પૂરાથી બી.ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થવા સાથે સફાઈ પણ કરવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પાલિકા કચેરીએ હલ્લાબોલ કરી વિપક્ષી સભ્યો સાથે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી.

મુખ્ય માર્ગ પરના જર્જરિત નાળા અંગે રજૂઆત..

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગ પર બી.ડિવિઝન પોલીસ મથક પાસે આવેલ નાળુ જર્જરિત હોવા સાથે નાનું પણ છે .તેમજ સફાઈ પણ થતી ન હોવાથી લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જવા જેવી સમસ્યા થઈ રહી છે. જે મુદ્દે રહીશોની રજૂઆત બાદ પણ કોઈ કામગીરી નહિ કરવાંમાં આવતા અંતે આ મુદ્દે રહીશો એ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી કર્યો હતો. ત્યાં ઉપસ્થિત વિપક્ષી નેતા સમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના વિપક્ષી સભ્યોને પણ સાથે લઈ પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી સમસ્યાના નિવારણ માટે રજૂઆત કરી હતી.

#Gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ