જીતાલી નજીક મેંગેઝીન સલ્ફેટ કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં દોડધામ મચી

જીતાલી પાસે ખરાબ રસ્તાને લીધે‎કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું‎

ડ્રાઇવર કેબિનમાંથી બહાર આવી જતાં આબાદ બચાવ થયો 

અંકલેશ્વર તાલુકાના જીતાલી નજીક મેંગેઝીન સલ્ફેટ કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં દોડધામ મચી હતી. દઢાલ ગામના બ્રિજ પાસે ખરાબ રસ્તાના લીધે ડ્રાઇવરે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તબકકે લાગી રહયું છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કિંગ એસિડ કંપનીમાંથી ગત રોજમેંગેઝીન સલ્ફેટ ભરીને એક ટેન્કર ઝઘડિયા જીઆઇડીસીમાં જવા માટે નીકળ્યું હતું.જીતાલી ગામ નજીક દઢાલ બ્રિજ પાસે બિસ્માર માર્ગ પર ટેન્કરના ચાલકેકાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર ચાલક સમય સુચકતા સાથે બહાર આવી ગયો હતો.

સામાન્ય ઇજા સાથે ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં ટેન્કરના સીલ તૂટી જતા મેંગેઝીન સલ્ફેટ ઢોળાવા લાગ્યું હતું. જે જમીનમાંફેલાઈ જવાની સાથે આજુબાજુ વહેતું થયું હતું. કેમિકલના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. ઘટના અંગે જીપીસીબીને જાણ કરવામાં આવતા મોનિટરિંગટીમ સ્થળ પર દોડી આવી હતી અને કેમિકલનાનમૂના લીધા હતાં અને કીંગ એસિડ કંપનીને નોટિસ ફટકારી હતી. સ્થળ પર ઢોળાયેલા રાસાયણિકકેમિકલ સહિત માટીને તાત્કાલિક અસરથી હટાવી લેવા પણ કંપનીને આદેશ કર્યો હતો.

ચોમાસાની શરૂઆત થતાં ભરૂચ જિલ્લામાં મોટાભાગના રસ્તાઓ બિસમાર બની ગયાં છે. ખાસ કરીને જીઆઇડીસી વિસ્તારના ખખડધજ રસ્તા મોટી હોનારત સર્જી શકે છે. અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા જીઆઇડીસીમાંથી જોખમી અને જવલનશીલ કેમિકલ ભરેલાં ટેન્કરોની અવરજવર રહેતી હોય છે.

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો