અંકલેશ્વર જુગારધામ પર SMCની સરપ્રાઈઝ રેડ: ૧૩ રસોડામાં જ પકડાયા, ૨.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે

 અંકલેશ્વરના તાડ ફળિયામાં SMCના ત્રાટક:હાઈપ્રોફાઈલ જુગારધામ પરથી ૧૩ ઝડપાયા, ૨.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર શહેરના તાડ ફળિયા વિસ્તારમાં ધમધમતી ગેરકાયદેસર જુગાર ક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગરની ટીમે અચાનક દરોડો પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક પોલીસના નાક નીચે લાંબા સમયથી ચાલી રહેલા આ જુગારધામ પર SMCના ત્રાટકવાથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્થળ પરથી ૧૩ જુગારીઓને રોકડ રકમ અને સાધનો સાથે રંગેહાથ ઝડપી પાડી કુલ રૂ. ૨.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વારંવારની SMC રેડ છતાં ધમધમતું ગેરકાયદેસર જુગારધામ


અંકલેશ્વરનો તાડ ફળિયા વિસ્તાર અગાઉ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ચર્ચામાં રહ્યો છે. અત્રે નોંધનીય છે કે આ ચોક્કસ જગ્યા પર અગાઉ પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક વખત દરોડા પાડવામાં આવ્યા છે. SMC દ્વારા વારંવાર કડક કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં, બુટલેગરો અને જુગારધામ ચલાવતા તત્વોને કાયદાનો કોઈ ભય રહ્યો ન હોય તેમ અહીં પુનઃ ગેરકાયદેસર જુગારધામ શરૂ કરી દેવામાં આવે છે. સ્થાનિક પોલીસની શંકાસ્પદ નિષ્ક્રિયતા કે નિષ્ફળતા વચ્ચે ગાંધીનગર SMCને દર વખતે કાર્યવાહી કરવાની ફરજ પડે છે, જેને લઈને સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં નાઇટ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન SMCને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે તાડ ફળિયામાં વિજયી રીતે જુગાર ક્લબ ચલાવવામાં આવી રહી છે.

આ જુગારધામ ચલાવવામાં નીચે મુજબના ચાર મુખ્ય સૂત્રધારો સક્રિય હતા જેમાં સલીમ હુસેન સૈયદ, ઝાકીર કમરુદ્દીન શેખ, કાંતિ મોરા, વિજય દલપત વસાવા દરોડા દરમિયાન ભાગદોડ, ૭૦ જેટલા વોન્ટેડ બાતમીના આધારે SMCની ટીમે અચાનક દરોડો પાડતાં જુગારધામ પર નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી ૧૩ ઈસમોને ઝડપી પાડી રૂ. ૨.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દરોડા વેળાએ અંધારા અને ભાગદોડનો લાભ ઉઠાવી મુખ્ય ચાર સૂત્રધારો (સલીમ હુસેન સૈયદ, ઝાકીર કમરુદ્દીન શેખ, કાંતિ મોરા અને વિજય દલપત વસાવા) તેમજ અન્ય ૬૦થી ૭૦ જેટલા જુગારીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે તમામ વોન્ટેડ આરોપીઓ સામે ગુનો નોંધી તેમની શોધોખોળ હાથ ધરી છે.

#ગુજરાત ની પરછાઈ 


Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ