જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ OBC મોરચા દ્વારા તુલસીના રોપાનું વિતરણ કરાયું

ભાજપ OBC મોરચા દ્વારા જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે તુલસીના રોપાનું વિતરણ કરાયું


વૃક્ષ વાવીએ પૃથ્વી બચાવીએના સંદેશ સાથે ભરૂચમાં સામાજિક અને પર્યાવરણલક્ષી કાર્યક્રમ યોજાયો


ભારતીય જનતા પાર્ટીના 'સેવા, સંસ્કાર અને સંગઠન'ના મૂળ મંત્રને ચરિતાર્થ કરવાના હેતુથી ભરૂચ જિલ્લામાં પર્યાવરણ જતન અને સેવાકીય પ્રવૃત્તિનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત ભાજપ પ્રદેશના નેતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ (OBC) મોરચા દ્વારા 'વૃક્ષ વાવીએ, પૃથ્વી બચાવીએ' અભિયાન અંતર્ગત તુલસી માતાના રોપા વિતરણનો એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.



આ પ્રસંગે આયોજિત કાર્યક્રમ અંગે વિગતો આપતા ભાજપ OBC મોરચાના ભરૂચ જિલ્લા પ્રમુખ પરેશ કે. લાડે જણાવ્યું હતું કે, પર્યાવરણનું જતન એ વર્તમાન સમયની મોટી જરૂરિયાત છે. નેતૃત્વના જન્મદિવસ જેવા શુભ અવસરને સંગઠનાત્મક સેવા અને પ્રકૃતિના જતન સાથે જોડીને ઉજવવો એ ભાજપની સંસ્કાર પરંપરા રહી છે. આ કાર્યક્રમમાં મોટો સંખ્યામાં નાગરિકો, કાર્યકરો અને શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ઘર-ઘરમાં પૂજનીય તથા ઔષધીય મહત્વ ધરાવતા તુલસીજીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમને સફળ બનાવવા માટે પક્ષના તમામ હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો તથા કાર્યકર્તા મિત્રોને સમયસર ઉપસ્થિત રહી પોતાનું યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી. તમામ સભ્યોની સક્રિય ઉપસ્થિતિથી આયોજન અત્યંત સફળ રહ્યું હતું.

#ગુજરાત ની પરછાઇ 


Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ