અંકલેશ્વર ના જ્યોતિન્દ્ર ગૌસ્વામી બન્યા ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં શ્રી જ્યોતિન્દ્ર ગૌસ્વામીની ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે બિનહરીફ નિમણૂક

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.) ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જીગ્નેશ કાલાવાડિયા (પટેલ) દ્વારા નવી સંસ્થાકીય જવાબદારીઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી શ્રી જ્યોતિન્દ્ર ગૌસ્વામી ની ગુજરાત પ્રદેશ - કાર્યકારી અધ્યક્ષ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનના પ્રભારી તરીકે બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે.



સમગ્ર ભારતવર્ષમાં પત્રકારોની સામાજિક, આર્થિક અને શારીરિક સુરક્ષા માટે તેમજ 'પત્રકાર સુરક્ષા કાનૂન' લાગુ કરાવવા માટે આ સમિતિ અવિરતપણે કાર્યરત છે. શ્રી જ્યોતિન્દ્ર ગૌસ્વામીની નિમણૂક થતાં જ દક્ષિણ ગુજરાતના પત્રકાર આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


પોતાની નિમણૂક બદલ આભાર વ્યક્ત કરતા શ્રી જ્યોતિન્દ્ર ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, "રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જીગ્નેશ કાલાવાડિયા જી અને સમગ્ર સમિતિએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે માટે હું તેમનો આભારી છું. સંગઠનના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરીને પત્રકારોના હિતોના રક્ષણ અને સુરક્ષા માટે હું સદૈવ કટિબદ્ધ રહીશ."

આ નિમણૂક બદલ વિવિધ પત્રકાર સંગઠનો, સામાજિક અગ્રણીઓ અને મિત્રો તરફથી શ્રી જ્યોતિન્દ્ર ગૌસ્વામીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

#ગુજરાત ની પરછાઈ 


Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ