ઝઘડિયા મુકામે ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની પરંપરાગત ઉત્સાહ અને દેશપ્રેમના માહોલ વચ્ચે ઉજવણી

રાજ્ય મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી પ્રફુલ્લભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને આયિજિત કાર્યક્રમમાં વીર શહિદોને યાદ કરાયા

શહિદોના ભવ્ય બલિદાનથી મળેલ આઝાદીનું જતન કરવાની સહુની ફરજ-મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા


રિપોર્ટર પરેશ પ્રજાપતિ 

આજે તા.૧૫ મી ઓગસ્ટનું પર્વ સમગ્ર રાષ્ટ્રમાં પરંપરાગત ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવાયું હતું.ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરના  મિશન ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી થઇ હતી. અત્રે રાજ્ય મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી  પ્રફુલ્લભાઇ પાનસેરીયાના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.આઝાદીના આ મહાપર્વની ઉજવણી અંતર્ગત આયોજિત  કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડો.નવનાથ ગવ્હાણે,જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા,ધારાસભ્યો અરૂણસિંહ રાણા, રિતેશ વસાવા અને રમેશ મિસ્ત્રી,જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશભાઇ મોદી,જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ  સહિત તાલુકા જિલ્લાના અધિકારીઓ,કર્મચારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે તાલુકા જિલ્લાની વિવિધ શાળાઓના વિધ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા,જેમાં ત્રાલસા  સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ રજુ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ સમાવેશ થાય છે. અધ્યક્ષ સ્થાનેથી મંત્રીશ્રીએ ઉપસ્થિત સહુને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે મંત્રીશ્રીએ આઝાદીની લડતમાં દેશના વીર શહિદોએ આપેલ ભવ્ય બલિદાનો યાદ કર્યા હતા.સ્વાતંત્ર્ય વીરો અને સંતોની તપોભૂમિ ગણાતા ભરૂચ જિલ્લામાં આજે જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ ઝઘડિયા ખાતે ઉજવાય રહ્યું છે,ત્યારે આઝાદીના લડવૈયાઓને યાદ કરવા જોઇએ  એમ વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. આજે દેશનું ૮૦ મું સ્વાતંત્ર્ય પર્વ ઉજવાય રહ્યું છે ત્યારે આઝાદી બાદના વીતેલા સમયથી અત્યારસુધીના સમય દરમિયાન રાષ્ટ્રએ સાધેલ વિવિધ






પ્રગતિની વિગતો આપી મંત્રીશ્રીએ પ્રવર્તમાન વિકાસ માટે  દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની  દીર્ઘ દ્રષ્ટિની સરાહના કરી હતી.આ પ્રસંગે પોલીસ જવાનો અને આદિવાસી વિધ્યાર્થીઓ  દ્વારા  રજુ કરાયેલ વિવિધ કાર્યક્રમોમાં દેશભક્તિની ઝલક જોવા મળી હતી.આપણો દેશ વિવિધ ધર્મો,જાતિઓ અને સંસ્કૃતિ ધરાવતો દેશ છે,છતાં અનેકતામાં એકતા એ રાષ્ટ્રની એક આગવી ઓળખ છે,ત્યારે ઝઘડિયા ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લાના દરેક વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ અને વિધ્યાર્થીઓ તેમજ પોલીસ જવાનોને  આ પ્રસંગે મંત્રી દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

#ગુજરાત ની પરછાઈ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ