અંકલેશ્વરની શ્રી ગટ્ટુ વિદ્યાલય ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

 શ્રી ગટ્ટુ વિદ્યાલયમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી


અંકલેશ્વર ની શ્રી ગટ્ટુ વિદ્યાલય ખાતે દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિના રંગે રંગાયેલા આ પ્રસંગે સમગ્ર શાળા પરિસરમાં ઉત્સાહ અને રાષ્ટ્રગૌરવનો માહોલ છવાયો હતો.




આ પ્રસંગે GSEB ધોરણ-૧૦ના ટોપર રિમઝિમ ભગતના માતા-પિતા શ્રી અનિલ ભગત તથા શ્રીમતી રીમા અનિલ ભગત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ CBSE ધોરણ-૧૦ના ટોપર રિશિ પટેલના માતા-પિતા શ્રી નિલેશ પટેલ તથા શ્રીમતી શ્વેતા નિલેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત શાળાના કન્વીનર શ્રી અશ્વની સક્સેના, કો-કન્વીનર શ્રી સુભાષભાઈ પટેલ તથા એક્સ-આર્મી ઓફિસર શ્રી સંગ્રામ સિંહની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક તથા દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો તથા શાળા ના NCC ના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ જેવા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની ઉત્સાહસભર રજૂઆતો દ્વારા ભારતની સ્વાતંત્ર્યગાથા, શહીદોના બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના કેમ્પસ ડિરેક્ટર તથા CBSE વિભાગના આચાર્ય શ્રીમતી મિશેલ ગણેશાણી, GSEB વિભાગના આચાર્ય શ્રીમતી સુષ્મા ચૌધરી, CBSE વિભાગના ઉપાચાર્ય શ્રીમતી સુચિતા રોય તથા GSEB વિભાગના ઉપાચાર્ય શ્રીમતી અંજલી પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા CBSE વિભાગના કોર્ડિનેટર શ્રીમતી જાનવી પટેલ તથા શ્રીમતી શાલુ પારીક અને GSEB વિભાગના કોર્ડિનેટર મિસ અર્ચના વારે તથા સમગ્ર શિક્ષકગણ અને સ્ટાફે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.

શ્રી ગટ્ટુ વિદ્યાલય પરિવાર દ્વારા સ્વાતંત્ર્યની ગૌરવગાથાને યાદ કરતાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ, એકતા, શિસ્ત અને રાષ્ટ્રીય જવાબદારીની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

#ગુજરાત ની પરછાઈ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ