ભરૂચ સંત સમાજે રાષ્ટ્રપતિશ્રી પાસે સાંસદોના સભ્યપદ રદ કરવાની કરી માંગ

સાધુ-સંતો અને સનાતન સંસ્કૃતિના અપમાન સામે ભરૂચમાં સનાતન સંત સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત


ભરૂચ ખાતે સનાતન સંત સમાજ અને સનાતન ધર્મીઓ દ્વારા સંસદ પરિસરમાં તાજેતરમાં ઘટેલી ઘટનાના વિરોધમાં ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. સંત સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી મારફતે દેશના મહામહિમ રાષ્ટ્રપતિશ્રી અને સરકારશ્રીને સંબોધીને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.


આ આવેદન પત્રમાં ૩૧ જુલાઈ ના રોજ સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ તથા તેમના સમર્થકો દ્વારા સનાતન ધર્મ, સાધુ-સંતો અને ભગવા વેશનું અપમાન કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

રાજકીય સ્વાર્થ માટે ભગવા વસ્ત્રો અને સાધુ-સંતોની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે.

 પ્રદર્શન દરમિયાન ભગવાનના ચિત્રો/તસવીરોને પગ પાસે રાખીને ઈશ્વરનું ઘોર અનાદર કરવામાં આવ્યું, જેનાથી કરોડો સનાતનીઓની ધાર્મિક ભાવના દુભાઈ છે.

 અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિર સંબંધિત વિષય પર સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ચાલતી SIT તપાસને પ્રભાવિત કરવાનો આક્ષેપ કરાયો છે.

શ્રાવણ માસ દરમિયાન અયોધ્યાના પરંપરાગત 'શ્રાવણ ઝૂલા મહોત્સવ'માં આવતા શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને આઘાત પહોંચાડી આશ્રમોની દાન-સમર્પણ વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે.

 સનાતન ધર્મ અને ભગવા વસ્ત્રોનું અપમાન કરનાર તમામ નેતાઓ સામે ગંભીર કલમો હેઠળ એફ.આઈ.આર. નોંધીને કઠોર કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

 મહામહિમ રાષ્ટ્રપતિશ્રી પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને આ ચારેય સાંસદોનું સંસદ સભ્યપદ તત્કાલિક અસરથી રદ કરે.

 શ્રાવણ માસ દરમિયાન સંત સમાજ અને આશ્રમ વ્યવસ્થાને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ દોષિતો પાસેથી કરાવવામાં આવે.

સંત સમાજે ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા આ બાબતે ત્વરિત અને સખત કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સમગ્ર દેશનો હિન્દુ જનમાનસ અને સંત સમાજ ઉગ્ર આંદોલન કરવા માટે બાધ્ય બનશે.

#ગુજરાત ની પરછાઈ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ