દાઉદના સાગરીત અને 'મેફેડ્રોન કિંગ' સલીમ ડોલાના નેટવર્ક પર EDની ત્રાટક: ગુજરાતના ૩ શહેરો સહિત ૨૦ જગ્યાએ સર્ચ ઓપરેશન

સલીમ ડોલા ડ્રગ્સ કેસ: ઇડીના ગુજરાત અને મહારાષ્ટ્રમાં 20 સ્થળે દરોડા



ગાંધીનગર/મુંબઈ

ડ્રગ્સ માફિયાઓ સામે કેન્દ્રીય એજન્સીઓએ લાલ આંખ કરી છે. સલીમ ડોલા ડ્રગ્સ કેસ અંતર્ગત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મંગળવારે મોટો સપાટો બોલાવતા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એકસાથે ૨૦ જેટલા સ્થળો પર સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. ગુજરાતમાં ખાસ કરીને સુરત, રાજકોટ અને અંકલેશ્વરમાં ઇડીની ટીમોએ વહેલી સવારથી જ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, ડોલા ઉર્ફે સલીમ ઇસ્માઇલ ડોલા વૈશ્વિક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમનો અત્યંત નિકટવર્તી સાગરીત છે. એન્ટિ-નાર્કોટિક્સ એજન્સીઓ દ્વારા તેના પર આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રાન્સ-નેશનલ ડ્રગ્સ ટ્રાફિકિંગ સિન્ડિકેટ (નશાનો કારોબાર) ચલાવવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

તપાસ સાથે સંકળાયેલા એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ડોલાએ ડ્રગ્સની દુનિયામાં એવું મજબૂત અને મોટું નેટવર્ક ઊભું કર્યું હતું કે ગુનાખોરીની દુનિયામાં તેને મેફેડ્રોન કિંગ'તરીકે ઓળખવામાં આવતો હતો.

તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે કાયદાની પકડથી બચવા માટે ડોલાએ તુર્કીમાં પોતાના નામ બદલી નાખ્યા હતા. તે તુર્કીમાં હમઝા'અને 'અબ્દુલ નામ ધારણ કરીને રહેતો હતો. એટલું જ નહીં, તે તુર્કીમાં કાયમી નાગરિકત્વ (Citizenship) પ્રાપ્ત કરવાના હેતુથી ત્યાં અમુક કિંમતી સ્થાવર મિલકતો ખરીદવાની પેરવીમાં પણ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025માં ડોલાના પુત્ર તાહિલ અને તેના અન્ય સાગરીતોને યુએઇ (UAE) થી પ્રત્યર્પણ (Extradition) કરીને ભારત લાવવામાં આવ્યા હતા, જે બાદ મુંબઈ પોલીસે તેમની વિધિવત ધરપકડ કરી લીધી હતી. હાલ ઇડી આ કેસમાં મની લોન્ડરિંગ અને ડ્રગ્સના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે કમર કસી રહી છે.

#ગુજરાત ની પરછાઇ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ