ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વન વિભાગ દ્વારા ચિલ્ડ્રન હોમ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસ: ભરૂચ ચિલ્ડ્રન હોમ ખાતે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત પંચવટી વૃક્ષોનું રોપણ કરાયું


વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA), ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે ભરૂચ DLSA ના પૂર્ણકાલિન સચિવ પી.પી. મોકાશી CWC ના ચેરમેન પીનાકીન કંસારા અને વન વિભાગના RFO દિવ્યા ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહાનુભાવોએ ચિલ્ડ્રન હોમના બાળકો સાથે મળીને પરિસરમાં પંચવટી વૃક્ષોનું રોપણ કર્યું હતું.


વડાપ્રધાનના દેશવ્યાપી અભિયાન ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

આ પ્રસંગે 

શ્રદ્ધાબેન બીનીવાલે

  ઋતુભરાબેન ચાઉ

  ઇન્ચાર્જ DCPO સુનિલ વસાવા

 નરેન્દ્ર વસાવા

 વન વિભાગની ટીમ, ચિલ્ડ્રન હોમનો સ્ટાફ અને બાળકો હાજર રહ્યા હતા.


કાર્યક્રમના અંતે તમામ સ્ટાફ મિત્રો અને બાળકોએ વાવેલા છોડના સંપૂર્ણ સંરક્ષણ અને જતન માટેના શપથ લીધા હતા 

આ કાર્યક્રમની સૌથી સકારાત્મક બાબત એ રહી કે, ચિલ્ડ્રન હોમના બાળકોએ પોતે વાવેલા વૃક્ષોને ઉછેરવાની અને તેની નિયમિત દરકાર લેવાની જવાબદારી ખુશી-ખુશી પોતાના માથે લીધી હતી. આ નાનકડા પ્રયાસથી બાળકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને પ્રેમનો સંદેશો વહેતો થયો છે.

#ગુજરાત ની પરછાઈ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ