ગ્રાસિમ વિલાયત CSR દ્વારા વ્હાલુ ગામમાં આંખ તપાસ કેમ્પ યોજાયો: 213 દર્દીઓની તપાસ, 112 ને ચશ્મા વિતરણ

ગ્રાસિમ CSR દ્વારા વ્હાલુ પ્રાથમિક શાળામાં આંખ તપાસ અને મોતીયાબિંદ કેમ્પ. 


રિપોર્ટર, જીગ્નેશ રાજપૂત 

Grasim Industries Limited, વિલાયતના CSR વિભાગ દ્વારા Seva Rural, જઘડિયા ના સહયોગથી વ્હાલુ પ્રાથમિક શાળા ખાતે આંખ તપાસ અને મોતીયાબિંદ ઓળખ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો હેતુ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને આંખના આરોગ્ય અંગે જાગૃતિ લાવવી તથા જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવાનો હતો.

કેમ્પ દરમિયાન કુલ 213 દર્દીઓની OPD તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 112 લાભાર્થીઓને મફતમાં ચશ્મા આપવામાં આવ્યા હતા. ઉપરાંત 23 દર્દીઓને મોતીયાબિંદ સર્જરી માટે ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી 8 દર્દીઓને આજે Seva Rural ની બસ દ્વારા ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચશ્રી તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રાસિમ દ્વારા કરવામાં આવતા આવા સામાજિક કાર્યોને ખૂબ સરાહનીય અને ઉત્કૃષ્ટ સેવા ગણાવી હતી. સમાજના આરોગ્યની સંભાળ માટે ગ્રાસિમ દ્વારા મોબાઇલ મેડિકલ વાન દ્વારા નિયમિત આરોગ્ય સેવા આપવામાં આવે છે તેમજ સમયાંતરે આવા આરોગ્ય કેમ્પોનું આયોજન કરવામાં આવે છે, જે સમાજ માટે ખૂબ ઉપયોગી હોવાનું જણાવ્યું હતું.

આ કેમ્પનું આયોજન ગ્રાસિમ, વિલાયતના CSR વિભાગ દ્વારા તમામ સુવિધાઓ અને સહકાર સાથે વ્હાલુ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું, તે બદલ શાળા પરિવાર દ્વારા ગ્રાસિમ અને સેવારુરલ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

#ગુજરાત ની પડછાઈ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ