મુસાફરનું ગુમ થયેલું કિંમતી દસ્તાવેજો ભરેલું પર્સ શોધી કાઢી પોલીસે પ્રસંશનીય કામગીરી કરી

 જંબુસર પોલીસની ઈમાનદારી અને તત્પરતા, મુસાફરનું ખોવાયેલું કિંમતી દસ્તાવેજો ભરેલું પર્સ ગણતરીની મિનિટોમાં પરત અપાવ્યું


રિપોર્ટર,દેવેન્દ્રમિસ્ત્રી 

કહેવાય છે કે ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ એ પોલીસનો મંત્ર છે, જેને જંબુસર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ફરી એકવાર સાર્થક કરી બતાવ્યો છે. જંબુસર એસ.ટી. ડેપો ખાતેથી એક મુસાફરનું ગુમ થયેલું કિંમતી દસ્તાવેજો ભરેલું પર્સ શોધી કાઢી પોલીસે પ્રસંશનીય કામગીરી કરી છે.

અભોર ગામના વતની રોહિતભાઈ મોતીભાઈ રામાભાઈ જંબુસર એસ.ટી. ડેપો ખાતે આવ્યા હતા, જે દરમિયાન તેમનું પર્સ ક્યાંક પડી ગયું હતું. આ પર્સમાં તેમના અત્યંત જરૂરી એવા આધારકાર્ડ, રેશનકાર્ડ, એલ.પી.જી. ગેસની બુક તથા અન્ય મહત્વના દસ્તાવેજો હતા. દસ્તાવેજો ખોવાઈ જતાં રોહિતભાઈ ભારે ચિંતામાં મુકાયા હતા.

આ બનાવની જાણ થતાં જ જંબુસર પોલીસ સ્ટેશનના ફરજ પરના સતર્ક કર્મચારીઓ જયદીપસિંહ આર. ગોહિલ તથા નિતાબેન જે. ગોહિલ તુરંત હરકતમાં આવ્યા હતા. તેમણે સમય સૂચકતા વાપરીને:ગણતરીના સમયમાં એસ.ટી. ડેપોમાં તપાસ હાથ ધરી.ડેપો પર ઉભેલી બસોનું સઘન ચેકિંગ કર્યું. ટૂંક જ સમયમાં પર્સ શોધી કાઢી તેનો કબજો મેળવ્યો હતો.

પોલીસ કર્મચારીઓએ તમામ દસ્તાવેજોની ખરાઈ કરી પર્સ તેના મૂળ માલિક રોહિતભાઈને પરત સોંપ્યું હતું. પોતાના અગત્યના કાગળો સુરક્ષિત પાછા મળતા રોહિતભાઈએ હરખની લાગણી વ્યક્ત કરી હતી અને પોલીસ કર્મચારીઓની પ્રમાણિકતા તેમજ જંબુસર પોલીસ સ્ટેશનનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

#ગુજરાત ની પડછાઈ 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ