ક્રિશી રસાયણ કંપનીના પ્લાન્ટમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી

પાનોલી જીઆઈડીસીની ક્રીશી રસાયણ કેમિકલ કંપનીમાં ભીષણ આગ


આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા, મેજર કોલ જાહેર


રિપોર્ટર, જીગ્નેશરાજપૂત 

ભરૂચ: અંકલેશ્વર નજીક આવેલી પાનોલી જીઆઈડીસીમાં આજે રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પાનોલીની ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટેગોટા અને અગનજ્વાળાઓ કિલોમીટરો દૂરથી જોઈ શકાતી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રિશી રસાયણ કંપનીના પ્લાન્ટમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. કેમિકલનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની તીવ્રતાને જોતા કંપનીના સત્તાધીશો અને સ્થાનિકોમાં ફાળ પડી હતી. સદનસીબે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મિલકતને મોટું નુકસાન થયું હોવાની ભીતિ છે.


ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીના ફાયર સ્ટેશનથી 5થી વધુ ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો.

ફાયરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સાવચેતી ભાગરૂપે આસપાસની કંપનીઓને પણ સતર્ક કરી દેવામાં આવી છે અને વિસ્તારની વીજળી કાપી નાખવામાં આવી હતી.

સ્થાનિક પોલીસ અને જીઆઈડીસીના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા કેમિકલ રિએક્શનના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં પ્રથમ પ્રાથમિકતા આગને વધુ ફેલાતી અટકાવવાની છે.

#ગુજરાત ની પડછાઈ 


Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ