ભોલાવના ગ્રામજનોને સામાજિક પ્રસંગો માટે મળશે મોટી ભેટ: ₹60 લાખના ખર્ચે કોમ્યુનિટી હોલનું નિર્માણ થશે

ભોલાવમાં ₹60 લાખના ખર્ચે નિર્માણ પામનાર કોમ્યુનિટી હોલનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત


રિપોર્ટર, ભરતમીસ્ત્રી 

ભરૂચ તાલુકાના ભોલાવ ગામ ખાતે ગ્રામજનોની સુવિધામાં વધારો કરવાના હેતુથી અંદાજિત ₹60 લાખના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદહસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યું હતું.



ભોલાવ ગામમાં લાંબા સમયથી એક સુવિધાજનક સામાજિક ભવનની જરૂરિયાત વર્તાઈ રહી હતી. આ બાબતને ધ્યાને રાખી સરકાર દ્વારા મંજૂર કરાયેલ ₹60 લાખના ભંડોળમાંથી આ હોલ તૈયાર કરવામાં આવશે. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવી એ અમારી પ્રાથમિકતા છે અને આ હોલના નિર્માણથી ગ્રામજનોને સામાજિક પ્રસંગોના આયોજન માટે ખૂબ જ સરળતા રહેશે.



આ કાર્યક્રમમાં સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો અને ગામના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 


કાર્યક્રમના અંતે ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ ગામના વિકાસના કામોની સમીક્ષા કરી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ વિકાસલક્ષી કાર્યને હર્ષભેર વધાવ્યું હતું.

#ગુજરાતનીપરછાઈ

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ