ઝઘડિયાના ગોવાલીમાં ગૌચરની જમીન પરનું દબાણ દૂર, ગેરકાયદેસર દરગાહ પર ફર્યું બુલડોઝર

ભરૂચ

ઝઘડિયાના ગોવાલીમાં ગૌચરની જમીન પરનું દબાણ દૂર, ગેરકાયદેસર દરગાહ પર ફર્યું બુલડોઝર


રિપોર્ટર,પરેશપ્રજાપતિ 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામમાં સરકારી ગૌચરની જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણને લઈને સ્થાનિકો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગૌચરની જમીન પર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા કરવામાં આવેલા દબાણ અને ત્યાં દરગાહના નિર્માણના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, જેના પરિણામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



ગોવાલી ગામમાં પશુઓના ચરવા માટેની ગૌચરની જમીન પર કેટલાંક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરીને દરગાહ બનાવી દેવામાં આવી હતી. આ બાબત સામે આવતાની સાથે જ સ્થાનિક રહીશો અને હિન્દુ સંગઠનોના સંતો-કાર્યકરોમાં ભારે રોષની લાગણી જન્મી હતી.


સ્થાનિક સંગઠનો દ્વારા આ મામલે તાલુકાથી લઈને જિલ્લા કક્ષા સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. તેમની માંગ હતી કે સરકારી જમીન પર કબ્જો કરનારા તત્વો સામે માત્ર દબાણ હટાવવાની કાર્યવાહી જ નહીં, પરંતુ 'લેન્ડ ગ્રેબિંગ એક્ટ' (જમીન પચાવી પાડવાના કાયદા) હેઠળ કડક ગુનો દાખલ કરવામાં આવી.



હિન્દુ સંગઠનોના ઉગ્ર વિરોધ અને રજૂઆતો બાદ સ્થાનિક વહીવટીતંત્ર આખરે હરકતમાં આવ્યું હતું. વહીવટી અધિકારીઓ અને પોલીસ કાફલાની ઉપસ્થિતિમાં ગોવાલી ખાતે પહોંચેલ તંત્રએ ગૌચરની જમીન પર ખડકાયેલ ગેરકાયદેસર બાંધકામ (દરગાહ) ને તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કર્યો હતો. તંત્રની આ કાર્યવાહી બાદ દબાણ દૂર થતાં સ્થાનિકોમાં સંતોષ જોવા મળ્યો હતો.


આ ઘટના બાદ અન્ય સરકારી જમીનો પર દબાણ કરનારાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક સ્તરે આ બાબત હાલ ચર્ચાનો વિષય બની છે.

#ગુજરાતનીપરછાઈ 


Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ