હિન્ડાલ્કો દહેજ-પખાજણ યુનિટ દ્વારા ૧૯૨ થી વધુ ટ્રક ડ્રાઇવરો માટે ‘સારથિ ઉત્સવ’ યોજાયો

હિન્ડાલ્કો દહેજ અને પખાજણ યુનિટ દ્વારા ટ્રક ડ્રાઇવરો માટે ‘સારથિ ઉત્સવ’ સંપન્ન


રિપોર્ટર, જીગ્નેશ રાજપૂત

‘લાઇફ ઓન વ્હીલ્સ’ પ્રોજેક્ટ હેઠળ ૧૯૨ થી વધુ ડ્રાઇવરોની આરોગ્ય તપાસ કરાઈ; શ્રેષ્ઠ કામગીરી કરનાર ચાલકોનું સન્માન

હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના દહેજ અને પખાજણ યુનિટ દ્વારા સામાજિક જવાબદારી (CSR) ના ભાગરૂપે ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં ટ્રક ડ્રાઇવરો માટે અનોખા ‘સારથિ ઉત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્ડાલ્કોના વ્યાપક CSR પ્રોજેક્ટ ‘લાઇફ ઓન વ્હીલ્સ’ હેઠળ યોજાયેલા આ એક દિવસીય ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપતા ટ્રક ડ્રાઇવરોના કાર્યને બિરદાવવાનો અને માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.

આ કાર્યક્રમમાં RTO અધિકારી તેજસ પ્રજાપતિ, સહાયક RTO અધિકારી એન.પી. દયમા, વાગરા તાલુકા આરોગ્ય અધિકારી તેમજ અખોડ ગામના સરપંચ નરેન્દ્રસિંહ સોલંકી અને દહેજ ગામના સરપંચ જયદીપસિંહ રાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હિન્ડાલ્કો કોપરના ફાઇનાન્સ હેડ બિષ્ણુ અગ્રવાલ, ચીફ લોજિસ્ટિક્સ હેડ સુકાંત દાસ અને યુનિટ હેડ કે. કુમારવેલે આદિત્ય બિરલા ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી અને ડ્રાઇવરોને માર્ગ પર સ્વયંની અને અન્યની સુરક્ષા માટે નિયમોનું ચુસ્ત પાલન કરવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ૧૯૨ થી વધુ ટ્રક ડ્રાઇવરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ અંતર્ગત ડ્રાઇવરો માટે, આંખની તપાસ અને જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

શેરી નાટકો દ્વારા માર્ગ સલામતી અને વ્યસન મુક્તિનો પ્રભાવશાળી સંદેશ આપવામાં આવ્યો હતો. ડ્રાઇવરોએ માર્ગ સલામતી પ્રતિજ્ઞા લીધી હતી અને સહી ઝુંબેશમાં જોડાયા હતા.

ડ્રાઇવરોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ શ્રેણીઓમાં પુરસ્કારો આપવામાં આવ્યા હતા. જેમાં 'આદર્શ ડ્રાઇવર', 'પર્યાવરણ મિત્ર ડ્રાઇવર', 'કોપર સુરક્ષા સારથિ', 'વિશ્વસનીય કોપર સારથિ' અને 'શ્રેષ્ઠ કોપર ડિલિવરી ચેમ્પિયન' તરીકે પસંદગી પામેલા ડ્રાઇવરોને શાલ, ટી-શર્ટ અને ભેટ સોગાદો આપી સન્માનિત કરાયા હતા.

લોજિસ્ટિક્સ ક્ષેત્રે પાયાના પથ્થર સમાન ટ્રક ડ્રાઇવરો માટેના આ અનોખા આયોજનની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

#gujaratniparchhai


Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ