ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે અચાનક ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કરતા સમગ્ર વેપારી આલમમાં ભારે ખળભરાટ મચ્યો

ભરૂચ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના આકસ્મિક દરોડા અનેક વેપારીઓના નમૂના લેવાતા ફફડાટ

રિપોર્ટર, જીગ્નેશરાજપૂત

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી  ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ (FDCA) એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે અચાનક ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કરતા સમગ્ર વેપારી આલમમાં ભારે ખળભરાટ મચી જવા પામ્યો છે.


સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વોને પકડવા માટે તંત્ર દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ભરૂચ શહેરના મુખ્ય બજારો ઉપરાંત અંકલેશ્વર, ઝગડીયા અને જંબુસર જેવા તાલુકા મથકોએ પણ ટીમો દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ડેરી પ્રોડક્ટ્સ, મીઠાઈ, તેલ અને ફરસાણની દુકાનોમાં તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે.


તપાસ દરમિયાન અનેક દુકાનોમાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના (Samples) લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને સરકારી લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. જો લેબ રિપોર્ટમાં કોઈ ક્ષતિ કે ભેળસેળ જણાશે, તો જે-તે વેપારી સામે કાયદેસરની કાર્યવાહી અને ભારે દંડ ફટકારવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.


ફૂડ વિભાગની ગાડી જોતા જ કેટલાક વેપારીઓએ પોતાની દુકાનોના શટર પાડી દીધા હોવાની ચર્ચાઓ પણ બજારમાં જોર પકડ્યું હતું. બીજી તરફ, લાયસન્સ વગર વેપાર કરતા એકમો સામે પણ તંત્રએ લાલ આંખ કરી છે.


ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, "લોકોના સ્વાસ્થ્ય સાથે સમાધાન ચલાવી લેવામાં આવશે નહીં. આગામી સમયમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રહેશે." તેઓએ વેપારીઓને ચોખ્ખાઈ રાખવા અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ જ વેચવા અપીલ કરી છે.

#gujaratniparchhai


Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ