સામાજિક વનીકરણ વાગરા રેન્જ દ્વારા સુતરેલ ખાતે કિશાન શિબિર, ખેડૂતોને ડિવિડન્ડ ચેક અપાયા.

સુતરેલ ગામ ખાતે સામાજિક વનીકરણ  વાગરા રેન્જ દ્વારા કિશાન શિબિરનું આયોજન


રિપોર્ટર,જીગ્નેશરાજપૂત 

સામાજિક વનીકરણ,વાગરા રેન્જ દ્વારા સુતરેલ ગામ ખાતે સફળતાપૂર્વક કિશાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ખેડૂતોને સામાજિક વનીકરણ અને કૃષિ સંબંધિત અગત્યની માહિતી આપવામાં આવી હતી.



શિબિરમાં ભરૂચ FPO (ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન) માંથી ગીરીશભાઈ, ધવલભાઈ અને મમતાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, સભ્યોઓ  તેમજ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો અને બહેનોએ હાજરી આપી હતી.


કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો હતો, જેના ભાગરૂપે સુતરેલના સરપંચ ના હસ્તે ખેડૂતોને ડિવિડન્ડનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. ભરૂચ FPOના પ્રતિનિધિઓ દ્વારા FPO દ્વારા કરવામાં આવી રહેલી નોંધનીય કામગીરી અને તેની પ્રગતિ વિશેની સંપૂર્ણ માહિતી ખેડૂતો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.


આ શિબિરમાં RFO (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) દ્વારા ખેડૂતોને સામાજિક વનીકરણને લગતી અગત્યની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જે ખેડૂતોને પર્યાવરણની જાળવણી સાથે આવક વધારવામાં મદદરૂપ થશે. આ આયોજનથી ખેડૂત સમુદાયમાં જાગૃતિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ