સાયખાની અલકેમી ફાઇનકેમ કંપનીમાં બોઇલર ફાટ્યું વાચો વધુ

વાગરા નજીક સાયખાની અલકેમી ફાઇનકેમ કંપનીમાં બોઇલર ફાટ્યું, અનેક કર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત!



રિપોર્ટર, જીગ્નેશરાજપૂત 

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક આવેલી સાયખાની અલકેમી ફાઇનકેમ (Alkemie Finechem) કંપનીમાં આજે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. 


કંપનીમાં આવેલા બોઇલરમાં પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

 


બોઇલર ફાટવાના કારણે કંપનીમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓને કેમિકલ લાગવાથી ગંભીર ઇજાઓ પહોંચી છે. 

ઇજાગ્રસ્તોની હાલત નાજુક જણાતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ ભયનું વાતાવરણ સર્જાયું છે. સ્થાનિકોમાં ઔદ્યોગિક સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે, કારણ કે આ વિસ્તારમાં અવારનવાર આવા અકસ્માતો સર્જાતા હોય છે.

કંપનીઓમાં સુરક્ષાના નિયમોની ગંભીર બેદરકારીને કારણે નિર્દોષ કામદારોના જીવ જોખમમાં મુકાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ ઘટના ફરી એકવાર ઔદ્યોગિક એકમોની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે.

 અકસ્માતની જાણ થતાં જ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ મામલતદાર અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ