ચૂંટણી હોઈ કે હોદા માટે વિતરણ હોઈ લેટર વાયરલ કાંડ તો થશે

ભરૂચ ના રાજકારણ માં ફરી એક વખત લેટર વાયરલ થવાનો સિલસિલો યથાવત 



આદરણીય શ્રી મનસુખભાઇ તમે ભ્રષ્ઠાચારીઓ, માફીયાઓ અને ગુંડાઓની સામે લડો છો તમને ખુબ ખુબ અભિનંદન સાચા અર્થમાં પક્ષના મુલ્યોનું તમેજ રક્ષણ કરો છો. સરકારનો પારદર્શક વહીવટને પણ તમેજ રક્ષણ કરો છો અને કરાવો છો. પ્રકાશ દેસાઇ જેવા ગુંડાની સામે પણ તમે જ લડી શકો બીજા કોઇની હીમ્મત નથી. તમને પ્રભુ ખુબ ખુબ શક્તિ આપે માં દુર્ગા તમારૂ સદા રક્ષણ કરે તેવી પ્રાર્થના.


પ્રકાશ દેસાઇ એ રેતી માફીયા ખાણ ખનીજ, ક્વોરીવાળા તથા કેમીકલ ઇન્ડસ્ટ્રીઝવાળાઓ જે બે નંબરનો ધંધો કરવા વાળાઓ આ બધા એ ભેગા મળી તમને હરાવવાની સોપારી પ્રકાશ દેસાઇને આપી હતી અને તેનું પરીણામ ડેડીયાપાડા તથા ઝગડીયા વિધાનસભામાં તમને કેટલો બધો માર પડયો છે. ચૈતર વસાવાને કુંડમાં આ ટોળકીએ ખુબ મોટું ભંડોળ આપ્યુ હતું અને પ્રકાશ દેસાઇના માથે આપણા પક્ષમાથી કોઇ મોટા નેતાના ચાર હાથ છે. તેથી આ ચોર પ્રકાશે ડેડીયાપાડા મોતીસિંગ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય રીતેશ વસાવા તથા જીલ્લા ભાજપના મોટા ગજાના નેતાઓને નિષ્ક્રીય કરી દિધા હતા. પરંતુ ધારાસભ્યો ઇશ્વરભાઇ પટેલ, રમેશ મિસ્ત્રી, અરૂણસિંગ રાણા, ડી.કે. સ્વામી આ બધા એ સખત મહેનત કરી હતી. કરજણ ના અક્ષયભાઇ પટેલ નરોવા કુંજરોવા રહ્યા હતા. પણ સતીષભાઇ પટેલની ખુબ જ મહેનત હતી અને ખાસ કરીને અમિત શાહ સાહેબની જે ટીમ હતી તેમણે ખુબ જ સખત મહેનત કરી હતી. તેના કારણે તમે જીત મેળવી, નહી તો પ્રદેશનુ મોટુ માથુ તમને હરાવવા પ્રકાશ દેસાઇ જેવાને આગળ કર્યો હતો. ડેરીમાં તમે ધનશ્યામભાઇ પટેલ ને તમે મદદ કરો છો તે પણ તે સમયે નરોવા કુંજરોવા હતા. તમે સ્વચ્છ છબી વાળા નેતા છો ડેરીમાં સારા લોકો ચુંટાય આવે તેવી તમારી મહેનત છે. પરંતુ પ્રકાશ દેસાઇ અને ઘનશ્યામ પટેલ બન્ને એક જ છે. પ્રકાશ દેસાઇ સવારે અરૂણસિંગ રાણાને મળે છે અને રાત્રે ઘનશ્યામ પટેલને મળે છે ઘનશ્યામ પટેલ પણ દુધનો કાળો કારોબાર ચલાવતા આવ્યા છે તે તમે પણ જાણો છો. છતા તમે તેને મદદ કરો છો. ચોર તો પ્રકાશ દેસાઇ પણ છે અને ઘનશ્યામ પટેલ પણ છે. તમારા મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ બન્ને નેતાઓ જોડે ધનિષ્ઠ સબંધો છે તેથી જ તમને સાતમી વખત સંસદ સભ્ય બનાવ્યા છે. આ બન્ને સાહેબનો ઉપયોગ કરી દુધધારા ડેરી ભરૂચ અને ધારીખેડા સુગર ફેક્ટરીને સારો વહીવટ તમે આપી શકો છો તો તેવા માણસો બન્ને ને પડતા મુકીને સારા શોધી કાઢો.

નર્મદા નદીમાં રેતીના ધંધામાં નાંદોદ તાલુકામા દર્શનાબેન તથા તેમના ભાઇ રવી દેશમુખ તથા હરેશ વસાવાનો દબદબો છે ઝગડીયામાં પ્રકાશ દેસાઇ અને ધારાસભ્ય રીતેશ વસાવાનો દબદબો છે. શિનોરમાં કરજણ ધારાસભ્ય અક્ષય પટેલનો દબદબો છે. તો આ નેતાઓ પાસેથી /સામન્ય સ્થાનિક શિક્ષિત યુવાનોને આ રેતીના વ્યવસાયમાં જોડશો તો પાર્ટી વધારે મજબુત બનશે. આ બાબતને પણ તમે વિચરણામાં લેશો.


અમે બધા આશા રાખીએ છે કે ખેડુતો અને પશુપાલકોના હિતમાં તમે સારૂ જ કરશો.


આદર્શ ખેડુત અને આદર્શ પશુપાલકનું જુથ

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ