ભાલોદની સીમમાં શેરડી કટીંગ વખતે દીપડાના બચ્ચા જોવા મળ્યા

ઝઘડિયા તાલુકાના ભાલોદની સીમમાં શેરડી કટીંગ વખતે દીપડાના બચ્ચા જોવા મળ્યા 


રિપોર્ટર, પિયુષ મિસ્ત્રી 




ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દીપડાઓની વસ્તીમાં છેલ્લા ઘણા સમયથી વધારો નોંધાયો છે ત્યારે શેરડી કટીંગ દરમિયાન વારંવાર દિપડાઓ દેખા દીધી હોવાની વિગતો સામે આવતી હોય છે એવી જ રીતે આજરોજ ઝઘડિયા તાલુકાના ભાલોદની સીમમાં શેરડી કટીંગ દરમિયાન દીપડાના બચ્ચાઓ જોવા મળ્યા હતા, ખેત માલિક દ્વારા દીપડાના બચ્ચા ખેતરમાં દેખાય હોવાની જાણ ઝઘડિયા વન વિભાગને કરવામાં આવી હતી ત્યારબાદ ઝઘડિયા વન વિભાગની ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરી દીપડાના બચ્ચાને તેની માતા સાથે મિલન કરાવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા.

#Gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ