Posts

Showing posts from March, 2025

જંબુસર સીટી સર્વે કચેરી ખાતે ફરજ બજાવતા સિનિયર સર્વેયર હસમુખભાઈ શ્રીમાળી વયનિવૃત થતા ઓફિસ સ્ટાફ વિદાયઆપવામાં આવી

Image
જંબુસર સીટી સર્વે કચેરીના સિનિયર સર્વેયરનો વય નિવૃત્તિ વિદાય સમારંભ કચેરી ખાતે યોજાયો  રિપોર્ટર,દેવેન્દ્ર,મિસ્ત્રી,જંબુસર જંબુસર સીટી સર્વે કચેરીના સિનિયર સર્વેયર હસમુખભાઈ નાનજીભાઈ શ્રીમાળી જેઓ વય નિવૃત થતા હોય કચેરી ખાતે વિદાય સમારંભ ભરૂચ ડીઆઈએલઆર કચેરી હેડ ક્વાર્ટર્સ આસિસ્ટન્ટ સી એમ વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. https://youtu.be/F1OwUZEZpj4?si=cqCcvUW9bJDYE0XJ જંબુસર સીટી સર્વે કચેરી ખાતે ફરજ બજાવતા સિનિયર સર્વેયર હસમુખભાઈ શ્રીમાળી વયનિવૃત થતા હોય હેડ ક્વાર્ટર્સ આસિસ્ટન્ટ સીએમ વસાવાના અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ભરૂચ કચેરી મેન્ટેનન્સ સર્વેયર કે ડી પટેલ, નાયબ મામલતદાર નવલભાઇ, દર્શનાબેન પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. સરકારી નોકરીમાં બઢતી, બદલી અને વય નિવૃત્તિ એ એક ભાગ છે.હસમુખભાઈ શ્રીમાળી જેવો 9 10 96 ના રોજ પ્રથમ ભુજ ખાતે સર્વેયર તરીકે દાખલ થયા હતા.ત્યારબાદ ભરૂચ, વડોદરા ફરજ બજાવી હતી. અને 23/12/2024 થી જંબુસર કચેરી ખાતે બદલી થઈ હતી. તેઓ 31/3/2025 ના રોજ વય નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સમારંભ યોજાયો જેમાં દરેક અધિકારી, કર્મચારીઓએ હસમુખભાઈ સાથે વિતાવેલી ક્ષણોની...

ગુજરાત સરકારને બોટ ધારકો તેમજ માછીમારો ના પડતળ પ્રશ્નોને મજુર કરતા ખુશી વ્યક્ત

Image
અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા ગુજરાત સરકારને બોટ ધારકો તેમજ માછીમારો ના પડતળ પ્રશ્નોને મજુર કરતા ખુશી વ્યક્ત થઈ રિપોર્ટર,પિયુષમિસ્ત્રી  ગુજરાત માછીમાર મંડળ અને ધોલાઈ ની વારંવાર રજૂઆત હતી કે દક્ષિણ ગુજરાતની બોટલો જે મહારાષ્ટ્ર મા ફિશીંગ કરતી હતી તે હાલ ગુજરાતમાં પરત માછીમારી કરવા આવેલા છે  ગુજરાતમાં પરત માછીમારી કરવા આવેલા તે બોર્ડ ગ્રાહકોને ગુજરાત સરકાર ફિશીંગ લાઇસન્સ તથા વી આર સી કોલ આપવામાં આવેલ પણ ડીઝલ કાર્ડ આપવામાં આવ્યા ન હતા. ગુજરાત સરકાર ને મંડળની વારંવાર રજૂઆતને ધ્યાનમાં લઇ ગુજરાત સરકાર દ્વારા હવે થી જે બોટ ગ્રાહકો પાસે ડીઝલ કાર્ડ નથી તે બોટ ગ્રાહકોને હવે ફ્રી ડીઝલ કાર્ડ ફાળવણી કરવામાં આવશે જેથી હવે જે બોર્ડ ગ્રાહકો પાસે ડીઝલ કાર્ડ નથી તે બોર્ડ ગ્રાહકોને હવે થી આશરે ₹15 જેવી ડીઝલ વેટ સબસીડી નો સીધો લાભ મળશે. આના કારણે મંડળમાં સંકળાયેલા તમામ સીધો ફાયદો જોવાઈ રહ્યો છે અને માછીમારોમાં ખુશીની લાગણી વ્યક્ત થઈ રહી છે. આથી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, ઉપપ્રમુખ મુકેશભાઈ પાંજરી, ઉપપ્રમુખ વાસુ ભાઈ ટંડેલ, ઉપપ્રમુખ દિનેશભાઈ ટંડેલ, ઉપ...

ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરનો વાર્ષિક ઉત્સવ 2024-25 કરાઈ

Image
શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરનો વાર્ષિક ઉત્સવ 2024-25   રિપોર્ટર,પિયુષ મિસ્ત્રી  શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષ દરમિયાન શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટીફીકેટ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પૂર્વ કારોબારી ચેરમેન નગરપાલિકા શ્રી સંદીપભાઈ પટેલ અને એડમિનિસ્ટ્રેટર ચિરાગભાઈ શાહે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આચાર્યશ્રી ડો.જી.કે.નંદાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ડો. નિશા વસાવાએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. સ્પોર્ટ્સ ચેમ્પિયન વિશાલ મકવાણા અને ઓલરાઉન્ડર શ્રુતિ લુણીને તેમની વિવિધ પ્રવૃત્તિઓને ધ્યાને લઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો. મનેષ પટેલને શ્રેષ્ઠ કામગીરી માટે, ડો. નિશા વસાવા અને ડો.જગદીશ કંથારીયાને એનએસએસની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરાયા હતા સેવક પઢીયાર સન્માનિત કરાયા હતા. વૃંદા...

સાહસ કંપની બાલ્મર એન્ડ લોરી ના બોર્ડમાં સ્વતંત્ર નિર્દેશક, ડિરેકટર તરીકે સામાજિક અગ્રણી અને પત્રકાર હરીશ જોષી નિમાયા

Image
ભારત સરકારની જાહેર સાહસ કંપની બાલ્મર એન્ડ લોરી ના બોર્ડમાં સ્વતંત્ર નિર્દેશક, ડિરેકટર તરીકે સામાજિક અગ્રણી અને પત્રકાર હરીશ જોષી નિમાયા રિપોર્ટર,પિયુષ મિસ્ત્રી  ભરૂચ અંકલેશ્વરના સામાજિક, ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાન અને વરિષ્ઠ પત્રકાર હરીશ જોષીની ભારત સરકારની એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટ ની મંજૂરી ની મહોર મારતા કેન્દ્ર સરકારના ના પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલય અંતર્ગત આવેલ બાલ્મર લોરી એન્ડ કંપની લિમિટેડ ના સ્વતંત્ર નિર્દેશક , ઈન્ડીપેન્ડન્ટ ડિરેકટર તરીકે નિમણૂક કરી છે. બાલ્મર લોરી એન્ડ કંપની , જેનો 158 વર્ષથી વધુનો ઇતિહાસ છે, જે ઔદ્યોગિક પેકેજિંગ, ગ્રીસ અને લુબ્રિકન્ટ્સ, રસાયણો, ટુરીઝમ અને વેકેશન, લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. રૂ. 2400 કરોડ નું ટર્નઓવર ધરાવતી આ કંપની મા 1200 કરતા વધુ કર્મચારીઓ છે. કેન્દ્ર સરકારે વર્ષ 2021 મા તેઓને એન્જિનિયરસ ઇન્ડિયા ના ડિરેક્ટર તરીકે ત્રણ વર્ષ માટે નિયુક્ત કર્યા હતા તેમની નિષ્ઠાપૂર્વક ની કામગીરીની નોંધ લઇ તેમને પુનઃ મહત્વ ના હોદ્દા ઉપર નિયુક્ત કરતા અંકલેશ્વર ભરૂચમાં આનંદની લાગણી પ્રસરી છે. મેન...

હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે રૂપિયા ૨૧.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલી જે.ટી.નું રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લોકાપર્ણ

Image
નર્મદા પરિક્રમાવાસીઓ માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે રૂપિયા ૨૧.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલી જે.ટી.નું રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લોકાપર્ણ રિપોર્ટર,પિયુષમિસ્ત્રી  જેટીની સુવિધા ઉપલબ્ધ થતા માં નર્મદાના લાખો પરિક્રમાર્થીઓને હવે કોઈ મુશ્કેલી નહીં પડે - મંત્રી કુંવરજીભાઈ હળપતિ જેટીના લોકાર્પણ પ્રસંગે મંત્રી સાધુસંતો અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતીમાં ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી માં નર્મદાને સાડી અર્પણ કરાઈ સમગ્ર ભારત વર્ષની એકમાત્ર નદી માં નર્મદાની પરિક્રમા કરવામાં આવે છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરતા હોય છે. સમગ્ર નર્મદા પરિક્રમા માં રેવાનાં સંગમ તિર્થ વમલેશ્વર એ નર્મદા પરિક્રમા માટે અનોખું મહત્વ ધરાવે છે. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે દરિયો પસાર કરવા માટે નર્મદા પરિક્રમાવાસીઓની તકલીફોને ધ્યાને લઇ રા્જય સરકાર નર્મદા,જળ સંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અનુદાનમાંથી ગુજરાત મેરીટાઈન બોર્ડ દ્વારા રૂપિયા ૨૧.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત જેટીનું ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી આદિજાતિ વિકાસ, ...

બ્લુમ સીલ કન્ટેનર્સ કંપનીમાં એક કામદાર નું મશીનરીમાં માથુ આવી જતા મોત

Image
પાનોલી GIDCની બ્લુમ સીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથુ આવી જતા કામદારનું મોત અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ બ્લુમ સીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથુ આવી જતા ગંભીર ઇજાના પગલે કામદારનું કરુણ મોત નિપજ્યું હતું. અંકલેશ્વરમાં ઔદ્યોગિક અકસ્માતમાં વધુ એક કામદારે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી બ્લુમ સીલ કન્ટેનર્સ કંપનીમાં એક કામદાર કામ કરી રહ્યો હતો ત્યારે તેનું માથું મશીનરીમાં આવી ગયું હતું આથી તેને ગંભીર ઈજા પહોંચી હતી. આ દ્રશ્યો અન્ય કામદારોએ જોતા તેઓ ભેગા થઈ ગયા હતા અને કંપનીના સત્તાધીશોને જાણ કરી હતી.કંપનીના સત્તાધીશો દ્વારા 26 વર્ષીય કામદાર પ્રકાશ વર્માને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન કામદારનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાનોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. #gujaratniparchhai 

ગજેરા ગામ ખાતે આતાપી સેવા ફાઉન્ડેશન તથા પીજીપી ગ્લાસ કંપની તથા ગ્રામ પંચાયતના સંકલનથી "ગજેરા ગામની ગરિમા" અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો

Image
ગજેરા ગામ ખાતે આતાપી સેવા ફાઉન્ડેશન તથા પીજીપી ગ્લાસ કંપની તથા ગ્રામ પંચાયતના સંકલનથી "ગજેરા ગામની ગરિમા" અંતર્ગત કાર્યક્રમ યોજાયો. રિપોર્ટર,જંબુસર દેવેન્દ્ર મીસ્ત્રી  જેમાં મહાત્મા ગાંધીજી દ્વારા દાંડીકૂચ દરમિયાન કરવામાં આવેલ સભાના સંસ્મરણોને યાદ કરતા આ કાર્યક્રમની 95 માં વર્ષની ઉજવણી કરવામાં આવી. મુખ્ય અતિથિ વિશેષ તરીકે PGP કંપનીના શ્રી રાજીવભાઈ યાદવ, આતાપી સેવા ફાઉન્ડેશનના સ્થાપક શ્રી તુષારભાઈ દયાળ, CEO ડૉ. નંદીનીબેન,Vidresh કંપનીના શ્રી નીતિનભાઈ તેમજ ગામના સરપંચશ્રી ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ "ગજેરા ગામની ગરિમા","ગજેરા ગામના ડેવલોપમેન્ટ"તથા "હર ઘર સ્વચ્છતા" કાર્યક્રમ અંતર્ગત નિમણૂક પામેલ ગ્રીન ફ્રેન્ડ નું સન્માન અને અભિવાદનનો હતો. કાર્યક્રમમાં મીઠાના સત્યાગ્રહના સંદર્ભ સાથે મીઠું લઈને બધાને "મારું ગજેરા,સ્વચ્છ ગજેરા" ને આધાર રાખી સંકલ્પ લેવડાવવામાં આવ્યો. શ્રી રાજીવભાઈ દ્વારા સ્વચ્છતા ની મહિમા સમજાવતા બધાને સ્વચ્છતા રાખવા અનુરોધ કર્યો હતો તથા વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને કંપનીમાં કાર્ય કરવા ઈચ્છુક લોકોને જોડાવા મ...

પીજીપી ગ્લાસના હરઘર સ્વચ્છતા પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

Image
ઉચ્છદ તથા ગજેરા ગામે પીજીપી ગ્લાસના હરઘર સ્વચ્છતા પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો રીપોર્ટ,દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર જંબુસર તાલુકાના ઉચ્છદ સ્થિત પીજીપી ગ્લાસ કંપની દ્વારા ગજેરા, ઉચ્છદ સહિત આજુબાજુના ગ્રામજનોની સુખાકારી, આરોગ્ય લક્ષી,ગ્રામ વિકાસ તથા પ્રજાલક્ષી અને કાર્યો કરવામાં આવતા હોય છે.  હાલ પીજીપી ગ્લાસ કંપનીના હરઘર સ્વચ્છતા પ્રોજેક્ટ અંતર્ગત ઉચ્છદ તથા ગજેરા ગામે આતાપી ફાઉન્ડેશનના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો. ગામ સુઘડ અને સ્વચ્છ બને તે માટે કંપની કર્મચારીઓ દ્વારા પણ શ્રમદાન કરવામાં આવ્યું હતું. બંને ગામની શાળાના બાળકોને સ્વચ્છતા ત્યાં પ્રભુતા, કચરો કચરાપેટીમાં નાખો, ફક્ત શાળા જ નહીં પરંતુ ગામ અને ઘરની નજીકના વિસ્તારોમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે તે અંગે સમજાવ્યું હતું. બાળકોમાં પહેલેથી જ સ્વચ્છતાના ગુણ કેળવાય અને રોજિંદા કાર્યનો ભાગ બને તે માટે ચિત્રકામ અને કચરો સંગ્રહ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્લાન્ટ એચ આર હેડ દિનેશ લો, ગામ સરપંચ, શાળા સ્ટાફ, ઉપસ્થિત રહ્યા હતાઅને ઉપસ્થિતોના હસ્તે સ્પર્ધામાં વિજેતાઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ગામ સરપંચ દ્વારા પી ...

એલ્યુવસ લાઈફ સાયન્સ કંપની દ્વારા મિયાવાકી પદ્ધતિથી વન વિકસવાશે,25 હજાર વૃક્ષનું કરાશે

Image
કાપોદ્રા ગામે એલ્યુવસ લાઈફ સાયન્સ કંપની દ્વારા મિયાવાકી પદ્ધતિથી વન વિકસવાશે,25 હજાર વૃક્ષનું કરાશે વાવેતર રિપોર્ટર,પિયુષ મિસ્ત્રી  અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એલ્યુવસ લાઈફ સાયન્સ કંપની દ્વારા મિયાવાકી પદ્ધતિથી 25,000 વૃક્ષ વાવવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ એલ્યુવસ લાઇફ સાયન્સ કંપની કે જે પહેલા ગ્લેનમાર્ક ઇન્ડિયા કંપની તરીકે ઓળખાતી હતી તેના દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કંપની દ્વારા પર્યાવરણની જાળવણીના હેતુસર કાપોદ્રા ગામમાં મિયાવાકી પદ્ધતિથી 25,000 વૃક્ષોનું વાવેતર કરવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજયોનલ મેનેજર વિજય રાખોલીયા તેમજ કંપનીના અધિકારીઓને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાપોદ્રા ગામમાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષો વાવી વન તૈયાર કરવામાં આવશે જેમાં બટર ફ્લાયપાર્ક, આરોગ્ય વન અને ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવશે.અંકલેશ્વરની હવા શુદ્ધ બને તે હેતુસર આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેમાં જાપાનની મીયાવાંકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. #gujara...

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના સૂચારૂ આયોજન અમલવારી માટે કલેક્ટર સભાખંડમાં બેઠક મળી

Image
નર્મદા પરિક્રમા પૂર્વે નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે. ઉંધાડની અધ્યક્ષતામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પ્રતિનિધિ અને જિલ્લાના મહત્વના અમલીકરણ અધિકારીઓની પરિક્રમા સંદર્ભે બેઠક યોજાઈ રિપોર્ટર,પિયુષ મિસ્ત્રી  આગામી તા.૨૯મી માર્ચથી ૨૭મી એપ્રિલ-૨૦૨૫ સુધી એક મહિનો ચાલનારી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના  સૂચારૂ આયોજન અમલવારી માટે કલેક્ટર સભાખંડમાં બેઠક મળી : બેઠક બાદ સ્થળ વિઝીટ અને જરૂરી સૂચનો સુવિધા સંદર્ભે વહીવટી તંત્રની તૈયારીઓ શરૂ નર્મદા જિલ્લામાં દર વર્ષે એક મહિનો યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો શ્રદ્ધાળુઓ ૧૪ કિ.મી.ની પગપાળા પરિક્રમા કરે છે. દર વર્ષે તેમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો નોંધાતો આવ્યો છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યમાંથી લોકો આ પરિક્રમા કરવા આવતા હોય છે. જિલ્લા કલેક્ટરશ્રી એસ. કે. મોદીના માર્ગદર્શન અને નેજા હેઠળ આ પરિક્રમાનો પ્રારંભ અને પૂર્ણતા શાંતિપૂર્ણ રીતે થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. રામપુરા ઘાટ, રણછોડરાયના મંદિરેથી પરિક્રમા શરૂ કરીને શહેરાવ ઘાટ, તિલકવાડા મણીનાગેશ્વર મંદિર, રેંગણઘાટ, કીડીમકોડી ઘાટ થ...

ભાજપ સાંસદ દ્વારા હોળી પર્વે પત્રકારો સાથે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન

Image
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા હોળી પર્વે પત્રકારો સાથે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન યોજાયુ - સાંસદ મનસુખ વસાવાએ વર્ષોની પરંપરા મુજબ હોળી પર્વની પત્રકાર મિત્રો સાથે ઉજવણી કરી - રાષ્ટ્ર, સમાજના વિકાસમાં મીડિયા જગતની પણ અહમ ભૂમિકા : મનસુખ વસાવા - ગુજરાતના બજેટમાં અન્ય જિલ્લા કરતા ભરૂચ જિલ્લાને વધુ ફાળવણી સાથે અગ્રીમતા અપાઈ : રમેશ મિસ્ત્રી - વિકાસમાન ભરૂચ જિલ્લાને સૌના સાથ અને સહકારથી આપણે વિકસિત બનાવીશું : પ્રકાશ મોદી ભોલાવ સર્કિટ હાઉસ ખાતે હોળી-ધુળેટી પર્વે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહમિલન સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, બાંધકામ સમિતિ અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી સમિતિના અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા યુવા પ્રમુખ ઋષભ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. સાંસદ મનસુખ વસાવા દ્વારા દર વર્ષની જેમ હોળી પર્વે પૂજન સામગ્રીનું વિતરણ કરાયું હતું. અને સૌકોઈને રંગોના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ગુજરાતના આ વખતના બજેટને અન્ય રાજ્યોની વસ્તી અને વિસ્તારની સરખામણીએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સૌથી...

બી.ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તહેવારો ને લઇને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું

Image
ભરૂચના બી.ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક આયોજન કરવામાં આવ્યું  રિપોર્ટર, પિયુષ મિસ્ત્રી  આ બેઠક, હોળી-ધુળેટી અને રમઝાન પર્વોની શાંતિપૂર્ણ ઉજવણી માટે ચર્ચા કરાઈ ભરૂચ શહેર બી.ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ રમઝાન માસ અને હોળી-ધુળેટીના તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાનો હતો. ઉક્ત બેઠકમાં ભરૂચ શહેર બી.ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વણઝારા સાહેબનાઓએ નેતૃત્વ સંભાળ્યું હતું. પોલીસ મથક હદ વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો સહિત હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો મિટિંગમાં હાજર રહ્યા હતા. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પર ભાર મૂક્યો હતો. બધા તહેવારો કોમી એખલાસ સાથે ઉજવાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં મુસ્લિમ સમુદાય રમઝાન માસની ઉજવણી કરી રહ્યો છે. આગામી દિવસોમાં હિન્દુ સમાજમાં હોળી અને ધુળેટીની ઉજવણી કરશે. આ તમામ તહેવારો શાતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે સર્વ આગેવાનોને બોલાવી અનુરોધ કરવામાં આવ્યો હતો. #gujaratniparchhai 

સિલીકા જેવી કીંમતી ખનીજ બિનઅધિકૃત રીતે ખનન કરતા ઈસમો સામે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરીયાદ

Image
ખનીજ ચોરી ઝડપી પાડતું ઝઘડીયા તાલુકા વહીવટી તંત્ર જિલ્લાના ઝઘડીયા તાલુકામા ડમલાઈ ગામે વહીવટીતંત્ર દ્નારા કાર્યવાહી : સિલીકા જેવી કીંમતી ખનીજ બિનઅધિકૃત રીતે ખનન કરતા ઈસમો સામે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરીયાદ ગોવાલી ગામ નજીકના સિલિકા પ્લાન્ટ દ્વારા પ્રદુષિત પાણી છોડતા હોવાની ફરિયાદ અન્વયે GPCB દ્નારા પ્રદૂષિત પાણીના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી રાજપારડી ખાતે ગેરકાયદેસર રેતી વહન કરતી ટ્રકને અટકાયત લઈ સિઝ કરી ભરૂચ – મંગળવાર – જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે પાછલા એક સપ્તાહમાં જ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા વહીવટીતંત્ર દ્નારા ડમલાઈ, ગોવાલી અને રાજપારડી એમ ત્રણ ગામોએ બિનઅધિકૃત ખનીજ ખનન કરતા ઈસમો સામે, પ્રદૂષિત પાણી છોડવાને મુદ્દે, તેમજ ગેરકાયદેસર રેતી વહન કરતા ઈસમો સામે તંત્ર દ્નારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.   ભરૂચ જિલ્લા મામલતદાર ઝઘડીયા દ્નારા ઝઘડીયા તાલુકાના...

ભરૂચ ની અધ્યક્ષતામાં એગ્રોફોરેસ્ટ્રી અન્ડર આર.કે.વી.વાય યોજના અંતર્ગત સ્કીલ ડેવલપમેન્ટ, બાંબુ કલ્ટીવેશન અને લોકલ ઇનીશીયેટીવના વિષય બાબતની એક દિવસિય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

Image
ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ મંગળવાર ના રોજ આંબેડકર ભવન ખાતે યોજાયો  રિપોર્ટર,ભરૂચ પિયુષ મિસ્ત્રી  ભરૂચ ખાતે આનંદ કુમાર, IFS વન સંરક્ષક, સામાજીક વનીકરણ વર્તુળ, ભરૂચના માર્ગદર્શન હેઠળ શ્રીમતી યુ.આઇ.પ્રજાપતિ, નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ, ભરૂચ ની અધ્યક્ષતામાં એગ્રોફોરેસ્ટ્રી અન્ડર આર.કે.વી.વાય યોજના અંતર્ગત સ્કીલ ડેવલપમેન્ટ, બાંબુ કલ્ટીવેશન અને લોકલ ઇનીશીયેટીવના વિષય બાબતની એક દિવસિય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ.   વર્કશોપમાં વી.એમ.ચૌધરી, મદદનીશ વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વિભાગ, ભરૂચ, ચિરાગભાઇ સાંજા, બાંબુ તજજ્ઞ અને વનએરા બાંબુ એફ.પી.ઓ ચેરમેન, મોરબી તથા ગિરીશભાઇ પટેલ, ચેરમેન, ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કં.લી. તથા અશ્વિનસિંહ માંગરોલા, ડિરેક્ટર ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કં.લી, તથા  બાલુભાઇ પટેલ, ડિરેક્ટર ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કં.લી તથા હરીશભાઇ પટેલ, શ્રીજી કોર્પોરેશન નર્સરી, વરણામા તથા સામાજિક વનીકરણ વિભાગના રેંજ ફોરેસ્ટ ઓફીસર તથા ક્ષેત્રિય સ્ટાફ તેમજ ૫૦૦ જેટલા ખેડુતો વર્કશોપમાં હાજર રહેલ હતા.  જેમાં ખેડુતોને વન વિભાગની બાંબુ મીશન ય...