ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરનો વાર્ષિક ઉત્સવ 2024-25 કરાઈ

શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરનો વાર્ષિક ઉત્સવ 2024-25 

 રિપોર્ટર,પિયુષ મિસ્ત્રી 


શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષ દરમિયાન શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટીફીકેટ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પૂર્વ કારોબારી ચેરમેન નગરપાલિકા શ્રી સંદીપભાઈ પટેલ અને એડમિનિસ્ટ્રેટર ચિરાગભાઈ શાહે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

આચાર્યશ્રી ડો.જી.કે.નંદાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ડો. નિશા વસાવાએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. સ્પોર્ટ્સ ચેમ્પિયન વિશાલ મકવાણા અને ઓલરાઉન્ડર શ્રુતિ લુણીને તેમની વિવિધ પ્રવૃત્તિઓને ધ્યાને લઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો. મનેષ પટેલને શ્રેષ્ઠ કામગીરી માટે, ડો. નિશા વસાવા અને ડો.જગદીશ કંથારીયાને એનએસએસની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરાયા હતા સેવક પઢીયાર સન્માનિત કરાયા હતા.


વૃંદાલી મોદી રીનલ મોદીના નેતૃત્વમાં વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. દામિની સોલંકી, હારવી ભટ્ટ, રીંકલ વસાવા, ખુશ્બુ સોલંકીએ સુંદર ગીતો રજૂ કર્યા હતા. અર્પિત ક્લારા અક્ષય રાઠોડ અને નિતેશ વસાવાએ પણ સુંદર કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. જયશ્રી ચૌધરી અને ડો.જગદીશ કંથારીયાને કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે એડમિનિસ્ટ્રેટર શ્રી ચિરાગ શાહ તથા શ્રી બળવંતસિંહ પટેલ તથા કોલેજ પરિવારે જહેમત ઉઠાવી હતી.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો