ભરૂચ ની અધ્યક્ષતામાં એગ્રોફોરેસ્ટ્રી અન્ડર આર.કે.વી.વાય યોજના અંતર્ગત સ્કીલ ડેવલપમેન્ટ, બાંબુ કલ્ટીવેશન અને લોકલ ઇનીશીયેટીવના વિષય બાબતની એક દિવસિય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ મંગળવાર ના રોજ આંબેડકર ભવન ખાતે યોજાયો 


રિપોર્ટર,ભરૂચ પિયુષ મિસ્ત્રી 

ભરૂચ ખાતે આનંદ કુમાર, IFS વન સંરક્ષક, સામાજીક વનીકરણ વર્તુળ, ભરૂચના માર્ગદર્શન હેઠળ શ્રીમતી યુ.આઇ.પ્રજાપતિ, નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ, ભરૂચ ની અધ્યક્ષતામાં એગ્રોફોરેસ્ટ્રી અન્ડર આર.કે.વી.વાય યોજના અંતર્ગત સ્કીલ ડેવલપમેન્ટ, બાંબુ કલ્ટીવેશન અને લોકલ ઇનીશીયેટીવના વિષય બાબતની એક દિવસિય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. 

 વર્કશોપમાં વી.એમ.ચૌધરી, મદદનીશ વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વિભાગ, ભરૂચ, ચિરાગભાઇ સાંજા, બાંબુ તજજ્ઞ અને વનએરા બાંબુ એફ.પી.ઓ ચેરમેન, મોરબી તથા ગિરીશભાઇ પટેલ, ચેરમેન, ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કં.લી. તથા અશ્વિનસિંહ માંગરોલા, ડિરેક્ટર ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કં.લી, તથા  બાલુભાઇ પટેલ, ડિરેક્ટર ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કં.લી તથા હરીશભાઇ પટેલ, શ્રીજી કોર્પોરેશન નર્સરી, વરણામા તથા સામાજિક વનીકરણ વિભાગના રેંજ ફોરેસ્ટ ઓફીસર તથા ક્ષેત્રિય સ્ટાફ તેમજ ૫૦૦ જેટલા ખેડુતો વર્કશોપમાં હાજર રહેલ હતા. 

જેમાં ખેડુતોને વન વિભાગની બાંબુ મીશન યોજના તથા એગ્રો ફોરેસ્ટ્રી યોજના વિશે માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. અને બાંબુ વાવેતર માટે ખેડુતોને વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે બાંબુ તેજસ ચિરાગભાઇ સાંજા દ્વારા બાંબુ વાવેતર માટે પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો