એલ્યુવસ લાઈફ સાયન્સ કંપની દ્વારા મિયાવાકી પદ્ધતિથી વન વિકસવાશે,25 હજાર વૃક્ષનું કરાશે

કાપોદ્રા ગામે એલ્યુવસ લાઈફ સાયન્સ કંપની દ્વારા મિયાવાકી પદ્ધતિથી વન વિકસવાશે,25 હજાર વૃક્ષનું કરાશે વાવેતર

રિપોર્ટર,પિયુષ મિસ્ત્રી 

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એલ્યુવસ લાઈફ સાયન્સ કંપની દ્વારા મિયાવાકી પદ્ધતિથી 25,000 વૃક્ષ વાવવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.





અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ એલ્યુવસ લાઇફ સાયન્સ કંપની કે જે પહેલા ગ્લેનમાર્ક ઇન્ડિયા કંપની તરીકે ઓળખાતી હતી તેના દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કંપની દ્વારા પર્યાવરણની જાળવણીના હેતુસર કાપોદ્રા ગામમાં મિયાવાકી પદ્ધતિથી 25,000 વૃક્ષોનું વાવેતર કરવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજયોનલ મેનેજર વિજય રાખોલીયા તેમજ કંપનીના અધિકારીઓને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાપોદ્રા ગામમાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષો વાવી વન તૈયાર કરવામાં આવશે જેમાં બટર ફ્લાયપાર્ક, આરોગ્ય વન અને ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવશે.અંકલેશ્વરની હવા શુદ્ધ બને તે હેતુસર આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેમાં જાપાનની મીયાવાંકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો