બ્લુમ સીલ કન્ટેનર્સ કંપનીમાં એક કામદાર નું મશીનરીમાં માથુ આવી જતા મોત

પાનોલી GIDCની બ્લુમ સીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથુ આવી જતા કામદારનું મોત

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ બ્લુમ સીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથુ આવી જતા ગંભીર ઇજાના પગલે કામદારનું કરુણ મોત નિપજ્યું હતું.

અંકલેશ્વરમાં ઔદ્યોગિક અકસ્માતમાં વધુ એક કામદારે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી બ્લુમ સીલ કન્ટેનર્સ કંપનીમાં એક કામદાર કામ કરી રહ્યો હતો ત્યારે તેનું માથું મશીનરીમાં આવી ગયું હતું આથી તેને ગંભીર ઈજા પહોંચી હતી.

આ દ્રશ્યો અન્ય કામદારોએ જોતા તેઓ ભેગા થઈ ગયા હતા અને કંપનીના સત્તાધીશોને જાણ કરી હતી.કંપનીના સત્તાધીશો દ્વારા 26 વર્ષીય કામદાર પ્રકાશ વર્માને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

જોકે સારવાર દરમિયાન કામદારનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાનોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ