બી.ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તહેવારો ને લઇને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું

ભરૂચના બી.ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક આયોજન કરવામાં આવ્યું 


રિપોર્ટર, પિયુષ મિસ્ત્રી 

આ બેઠક, હોળી-ધુળેટી અને રમઝાન પર્વોની શાંતિપૂર્ણ ઉજવણી માટે ચર્ચા કરાઈ

ભરૂચ શહેર બી.ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ રમઝાન માસ અને હોળી-ધુળેટીના તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાનો હતો. ઉક્ત બેઠકમાં ભરૂચ શહેર બી.ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વણઝારા સાહેબનાઓએ નેતૃત્વ સંભાળ્યું હતું.

પોલીસ મથક હદ વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો સહિત હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો મિટિંગમાં હાજર રહ્યા હતા. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પર ભાર મૂક્યો હતો. બધા તહેવારો કોમી એખલાસ સાથે ઉજવાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં મુસ્લિમ સમુદાય રમઝાન માસની ઉજવણી કરી રહ્યો છે. આગામી દિવસોમાં હિન્દુ સમાજમાં હોળી અને ધુળેટીની ઉજવણી કરશે. આ તમામ તહેવારો શાતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે સર્વ આગેવાનોને બોલાવી અનુરોધ કરવામાં આવ્યો હતો.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો