પીજીપી ગ્લાસના હરઘર સ્વચ્છતા પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ઉચ્છદ તથા ગજેરા ગામે પીજીપી ગ્લાસના હરઘર સ્વચ્છતા પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
રીપોર્ટ,દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર
જંબુસર તાલુકાના ઉચ્છદ સ્થિત પીજીપી ગ્લાસ કંપની દ્વારા ગજેરા, ઉચ્છદ સહિત આજુબાજુના ગ્રામજનોની સુખાકારી, આરોગ્ય લક્ષી,ગ્રામ વિકાસ તથા પ્રજાલક્ષી અને કાર્યો કરવામાં આવતા હોય છે.
હાલ પીજીપી ગ્લાસ કંપનીના હરઘર સ્વચ્છતા પ્રોજેક્ટ અંતર્ગત ઉચ્છદ તથા ગજેરા ગામે આતાપી ફાઉન્ડેશનના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો. ગામ સુઘડ અને સ્વચ્છ બને તે માટે કંપની કર્મચારીઓ દ્વારા પણ શ્રમદાન કરવામાં આવ્યું હતું. બંને ગામની શાળાના બાળકોને સ્વચ્છતા ત્યાં પ્રભુતા, કચરો કચરાપેટીમાં નાખો, ફક્ત શાળા જ નહીં પરંતુ ગામ અને ઘરની નજીકના વિસ્તારોમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે તે અંગે સમજાવ્યું હતું. બાળકોમાં પહેલેથી જ સ્વચ્છતાના ગુણ કેળવાય અને રોજિંદા કાર્યનો ભાગ બને તે માટે ચિત્રકામ અને કચરો સંગ્રહ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્લાન્ટ એચ આર હેડ દિનેશ લો, ગામ સરપંચ, શાળા સ્ટાફ, ઉપસ્થિત રહ્યા હતાઅને ઉપસ્થિતોના હસ્તે સ્પર્ધામાં વિજેતાઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ગામ સરપંચ દ્વારા પી જી પી ગ્લાસની ઉત્તમ કામગીરીને બિરદાવી હતી.
#gujaratniparchhai
Comments
Post a Comment