જંબુસર સીટી સર્વે કચેરી ખાતે ફરજ બજાવતા સિનિયર સર્વેયર હસમુખભાઈ શ્રીમાળી વયનિવૃત થતા ઓફિસ સ્ટાફ વિદાયઆપવામાં આવી

જંબુસર સીટી સર્વે કચેરીના સિનિયર સર્વેયરનો વય નિવૃત્તિ વિદાય સમારંભ કચેરી ખાતે યોજાયો 


રિપોર્ટર,દેવેન્દ્ર,મિસ્ત્રી,જંબુસર


જંબુસર સીટી સર્વે કચેરીના સિનિયર સર્વેયર હસમુખભાઈ નાનજીભાઈ શ્રીમાળી જેઓ વય નિવૃત થતા હોય કચેરી ખાતે વિદાય સમારંભ ભરૂચ ડીઆઈએલઆર કચેરી હેડ ક્વાર્ટર્સ આસિસ્ટન્ટ સી એમ વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.


https://youtu.be/F1OwUZEZpj4?si=cqCcvUW9bJDYE0XJ

જંબુસર સીટી સર્વે કચેરી ખાતે ફરજ બજાવતા સિનિયર સર્વેયર હસમુખભાઈ શ્રીમાળી વયનિવૃત થતા હોય હેડ ક્વાર્ટર્સ આસિસ્ટન્ટ સીએમ વસાવાના અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ભરૂચ કચેરી મેન્ટેનન્સ સર્વેયર કે ડી પટેલ, નાયબ મામલતદાર નવલભાઇ, દર્શનાબેન પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. સરકારી નોકરીમાં બઢતી, બદલી અને વય નિવૃત્તિ એ એક ભાગ છે.હસમુખભાઈ શ્રીમાળી જેવો 9 10 96 ના રોજ પ્રથમ ભુજ ખાતે સર્વેયર તરીકે દાખલ થયા હતા.ત્યારબાદ ભરૂચ, વડોદરા ફરજ બજાવી હતી. અને 23/12/2024 થી જંબુસર કચેરી ખાતે બદલી થઈ હતી. તેઓ 31/3/2025 ના રોજ વય નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સમારંભ યોજાયો જેમાં દરેક અધિકારી, કર્મચારીઓએ હસમુખભાઈ સાથે વિતાવેલી ક્ષણોની ઝલક આપી ભાવવિભોર બન્યા હતા.અને તેઓનું પુષ્પગુચ્છ આપી,સાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. આગામી જીવન દિર્ધાર્યું,નિરોગી,તથા ધાર્મિકતા અને પરિવાર,સમાજના કાર્યોમાં વિતાવે તથા કચેરીને તેમની સલાહ સેવાની જરૂર પડે ત્યારે સેવા આપવા જણાવ્યું હતું.હસમુખભાઈ શ્રીમાળી એ પણ સેવા આપવાની તત્પરતા દાખવી અને જંબુસર કચેરી સ્ટાફ સાથે વિતાવેલ સમયના સંસ્મરણો વાગોળતા ભાવુક થયા હતા.અને તેમની માતાના ચરણસ્પર્શ કરી આશિષ મેળવ્યા હતા.આ પ્રસંગે જંબુસર,અંકલેશ્વર સીટી સર્વે કચેરી સ્ટાફ, સબ રજીસ્ટર કચેરી ચિરાગભાઈ સહિત પરિવારજનો હાજર રહ્યા હતા.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો