સિલીકા જેવી કીંમતી ખનીજ બિનઅધિકૃત રીતે ખનન કરતા ઈસમો સામે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરીયાદ

ખનીજ ચોરી ઝડપી પાડતું ઝઘડીયા તાલુકા વહીવટી તંત્ર

જિલ્લાના ઝઘડીયા તાલુકામા ડમલાઈ ગામે વહીવટીતંત્ર દ્નારા કાર્યવાહી : સિલીકા જેવી કીંમતી ખનીજ બિનઅધિકૃત રીતે ખનન કરતા ઈસમો સામે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરીયાદ

ગોવાલી ગામ નજીકના સિલિકા પ્લાન્ટ દ્વારા પ્રદુષિત પાણી છોડતા હોવાની ફરિયાદ અન્વયે GPCB દ્નારા પ્રદૂષિત પાણીના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી

રાજપારડી ખાતે ગેરકાયદેસર રેતી વહન કરતી ટ્રકને અટકાયત લઈ સિઝ કરી

ભરૂચ – મંગળવાર – જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે પાછલા એક સપ્તાહમાં જ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા વહીવટીતંત્ર દ્નારા ડમલાઈ, ગોવાલી અને રાજપારડી એમ ત્રણ ગામોએ બિનઅધિકૃત ખનીજ ખનન કરતા ઈસમો સામે, પ્રદૂષિત પાણી છોડવાને મુદ્દે, તેમજ ગેરકાયદેસર રેતી વહન કરતા ઈસમો સામે તંત્ર દ્નારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. 

 ભરૂચ જિલ્લા મામલતદાર ઝઘડીયા દ્નારા ઝઘડીયા તાલુકાના ડમલાઈ ગામે સર્વે નં. ૮૨,૧૦૧,૧૧૨ વાળી જમીનોમાંથી સિલીકા જેવી કીંમતી ખનીજ બિનઅધિકૃત રીતે ખનન કરતા ઈસમો સામે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સપેક્ટરશ્રી ઝઘડીયાને જાણવાજોગ ફરીયાદ દાખલ કરવા જણાવેલ છે. 

આ ઉપરાંત ઝધડીયા તાલુકાના ગોવાલી ગામ નજીકના સિલિકા પ્લાન્ટ દ્વારા પ્રદુષિત પાણી છોડતા હોવાની ફરિયાદ અન્વયે તા. ૧૦ મી માર્ચના રોજ તપાસ અર્થે ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્નારા પ્રદૂષિત પાણીના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.  

ખનીજની ચોરીને લગતી પ્રવૃતિઓ રોકવા માટે ઝઘડીયા મામલતદાર કચેરી દ્નારા રાજપારડી ગામેથી ગેરકાયદેસર રેતી વહન કરતા ટ્રક નં. GJ-16 Z- 9307 ને અટકાયતમાં લઈ સિઝ કરી પોલીસ ઈન્સપેક્ટર રાજપારડીને સોંપવામાં આવેલ છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો