સાહોલ પ્રાથમિક શાળામાં સુરત દાતા શ્રી તરફથી સ્વેટર તેમજ બિસ્કીટ ચોકલેટ આપવામાં આવી

એન કે.એમ. ચોકસીના ચેરમેન કેસરીમલ શાહના સહયોગથી શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા બાળકોને સ્વેટરની સાથે પૌષ્ટિક બિસ્કિટ, ચોકલેટની

પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ સોલંકીના પ્રયાસથી હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ કોસંબા - સુરત અને કે.એમ. ચોકસીના ચેરમેન કેસરીમલ શાહના સહયોગથી શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા બાળકોને સ્વેટરની સાથે પૌષ્ટિક બિસ્કિટ, ચોકલેટની પણ સહાય પૂરી પાડવામાં આવી હતી. 

આ પ્રસંગે દાતાશ્રીનું શાળાના મદદનીશ શિક્ષક નરેશભાઈ અને જનકભાઈ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કે.એમ.સી.જવેલર્સ પરિવારના દીપકભાઈ આહુજા,આશિષભાઈ વસાવા, સહેજાદભાઈ શેખ ખાસ ઉપસ્થિત રહી બાળકોને કીટ વિતરણ કરવામાં સહભાગી બન્યા હતા.




ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ નવનીતભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ હેમલતાબેન સલાટ, આંગણવાડી કાર્યકર હેમલતાબેન પટેલ, મીનાક્ષીબેન પટેલ, મધ્યાહન ભોજન પરિવાર આશાબેન પટેલ, સુમનબેન પટેલ વિશેષ હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.બાળકોને સહાય મળતા બાળકોના ચેહરા પર અનેરી ખુશી જોવા મળી હતી. અંતે આભારવિધિ શાળાના આચાર્ય નિલેશભાઈ ડાહ્યાભાઈ સોલંકીએ કરી હતી.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ