વાગરા કોર્ટમાં ચાલી જતાં ગુનાના બંને આરોપીઓ વિરુદ્ધ કોર્ટે સજાનો હુકમ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો

કડોદરા ગામ નજીક બનેલા અકસ્માત કેસમાં કોર્ટનો ચુકાદો, દંડ સહિત સજાનો હુકમ કરાયો

વાગરા તાલુકામાં આવેલ કડોદરા ગામ નજીક વર્ષ ૨૦૨૧ માં અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં બાઇક ચાલક યુવકનું મોત નિપજ્યું હતું. જે અંગેનો કેસ વાગરા કોર્ટમાં ચાલી જતાં ગુનાના બંને આરોપીઓ વિરુદ્ધ કોર્ટે સજાનો હુકમ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ગત તારીખ 27 મી એપ્રિલ 2021 ના રોજ બપોરના સમયે બુલેટ મોટર સાયકલ નંબર GJ-06-JH-0125 લઇને ફરિયાદીનો પિતરાઈ ભાઈ જુના કલાદરા ગામ તરફ જવાના રસ્તા સામેનો રોડ ઓળંગી રહ્યો હતો. તે વેળાએ ભેંસલી બાજુથી રોંગ સાઈડ પર પૂરપાટ ઝડપે એક સેલેરિયો કારનો ચાલક આવતા બુલેટને ટક્કર મારતા બુલેટ ચાલક આરીફને ઉછાળીને રોડ વચ્ચે પાડી દીધો હતો. તે વેળાએ દહેજથી ભેંસલી જવાના રોડ ઉપરથી એક પિકઅપ ગાડી નં. GJ- 06-AX-3936 જે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બુલેટ ચાલક આરીફને ટક્કર મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નીપજાવી નાસી છૂટ્યો હતો.

આ સમગ્ર ઘટના અંગે દહેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી કરી મારુતિ સુઝુકી સેલેરીઓના ચાલક પ્રવિણ બિજલભાઈ વસાવા તેમજ પિકઅપ ચાલક રઘુ રણુભાઇ ભરવાડને વાગરા કોર્ટમાં રજૂ કર્યા હતા.વાગરા કોર્ટમાં બંને આરોપીઓ વિરુદ્ધ કેસ ચાલતા ફરિયાદી પક્ષના સરકારી વકીલોની દલીલોને સાંભળી જજ આર.સી સોઢા પરમારે બંને આરોપીઓને ગુનેગાર ઠેરવી પ્રવિણ બિજલભાઈ વસાવાને 3 માસની સાદી કેદ તેમજ 1000 રૂપિયા પૂરા ચૂકવવાના દંડની સજા સંભળાવી હતી.જ્યારે આરોપી નં.2 રઘુ રણુભાઇ ભરવાડને એક વર્ષની સાદી કેદ તેમજ 2500 રૂપિયા દંડની સજા સંભળાવી હતી અને બંને આરોપી દંડ ભરવામાં કસૂર કરે તો વધુ 15 દિનની કેદની સજાનો હુકમ કરી 2021માં સર્જાયેલ દુર્ઘટનામાં ન્યાયિક ચુકાદો આપ્યો હતો.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ