ગેરકાયદેસર સાદી રેતી,બ્લેકટ્રેપ તથા કાર્બોશેલ ખનીજનું વહન ઝડપાયું

ભરૂચ જિલ્લાના રાજપારડી હાઈવે ઉપર ગેરકાયદેસર સાદી રેતી,બ્લેકટ્રેપ તથા કાર્બોશેલ ખનીજનું વહન ઝડપાયું

ભુસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા આકસ્મિક ચેકીંગ દરમ્યાન અંદાજિત ૨.૫૮ કરોડનો મુદામાલ અટક કરાયો

ભુસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજનાં બિનઅધિકૃત વહન બાબતે તપાસટીમ તૈયાર કરી આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના રાજપારડી થી ભરૂચ હાઈવે ઉપર જિલ્લા ભુસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ શુક્રવારે મોડી રાત્રે તપાસ ટીમ દ્નારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ આકસ્મિક તપાસ દરમ્યાન રાજપારડી ભરૂચ હાઈવે પર વહન કરતી ટ્રકોને અટકાવી તપાસણી હાથ ધરી હતી.

આ તપાસ દરમ્યાન રાજપારડી ખાતેથી ૮ જેટલી ટ્રકોમાં અનુક્રમે સાદી રેતી, બ્લેકટ્રેપ તથા કાર્બોશેલ કોલસા ખનીજનું બિનધિકૃત રીતે વહન કરતી ૮ જેટલી ટ્રકો ઝડપાઈ હતી. તપાસ દરમ્યાન ૨.૫૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ