તલાટીને ગામના પાણીની ગુણવત્તા ચકાસવા આદેશ કરાયો

અંકલેશ્વર તાલુકાના 45 તલાટીને ગામના પાણીની ગુણવત્તા ચકાસવા આદેશ કરાયો

અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે તલાટી કમ મંત્રીઓની નવા આગોતરા પ્લાનિંગ માટે આયોજન મીટીંગ યોજવામાં આવી હતી . જેમાં ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગર થી વિનાયક પારેખ ટીમ લીડર ઈવાય કન્સલ્ટન્ટ થકી વિવિધ કામગીરી ની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 9 તાલુકાના તાલુકા કક્ષાના બ્લોક કો-ઓર્ડીનેટર, એન્જીનીયર સુપરવાઇઝર જિલ્લા કક્ષાના સમગ્ર ટીમ એસ.બી.એમ. હાજર રહ્યા હતા. 

જેમાં ગ્રામ પંચાયત કક્ષાનું પાણીની ચકાસણી ગાંધીનગર ખાતે કરાવી રિપોર્ટ કરાવવા માટે જણાવ્યું હતું. તેના આધારે આગામી દિવસોમાં બ્લેક વોટર એટલે કે રસોડાનું જે ગંદુ પાણી નીકળે છે. તેને શુદ્ધ કરી ત્યાર બાદ તેને ખેતી કે કિચન ગાર્ડન માં ફરી વાપરી શકાય તેવું બનાવવાનું આયોજન કરવામાં આવશે. 

તેના માટે અંકલેશ્વરના તલાટીઓને સૂચન કરવામાં આવ્યા હતા. સાથે એઆઈપી અંતર્ગત ના પ્લાન માટે કોઈપણ એસેટમાં ઓપરેશન અને મેન્ટેનન્સનો ખર્ચનો સમાવેશ કરીને પ્લાન તૈયાર કરવાનો રહેશે.


વ્યક્તિગત કમ્પોસપીટ ગામ કક્ષાએ પ્રવાસના સ્થળોએ સમાવેશ અને એફ.એસ.એમ. માનવ મળ વ્યવસ્થાપન અંગે ગામે કક્ષાએ સારી રીતે કરાવવું તેમજ તેને દેખરેખ રાખવા સહિતની ગામની જરૂરિયાત મુજબ સારી રીતે તેમજ ડિઝાઇન પ્લાનિંગ થાય. માટે 45 તલાટી અને જિલ્લાના 16 કર્મચારી મળી કુલ 61 લોકોને સૂચનો કરવામાં આવ્યા હતા.

#gujaratniparchhai 



Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ