સાદીમાટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ અને વહન કરતી ટ્રકો સહિત ૦૧.૪૫ કરોડનો મુદામાલ જપ્ત

વાગરા તાલુકાના અટાલી ગામમાં પરવાનગી વગર સાદીમાટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ અને વહન કરતી ટ્રકો સહિત ૦૧.૪૫ કરોડનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અટાલી ગામમાં સાદી માટી ખનીજના બિનઅધિકૃત ખનનની ફરિયાદ ભૂસ્તરશાસ્ત્રીશ્રીને મળી હતી. આ ફરિયાદ અન્વયે સોમવારે મોડીરાત્રે ભુસ્તરશાસ્ત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ખનીજનાં બિનઅધિકૃત ખનન બાબતે તપાસટીમ તૈયાર કરી આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. 

આ તપાસ દરમ્યાન એક એસ્કેવેટર મશીન તથા ૦૩ જેટલી ટ્રકો દ્રારા પરવાનગી વગર સાદીમાટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરી વહન કરતા ધ્યાને આવતા કુલ ૦૧.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી, દહેજ પોલીસ સ્ટેશન ખાતે વાહન મૂકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ