17 વર્ષીય સગીરાને હવસખોરે વારંવાર પીંખી

2 માસનો ગર્ભ રહેતાં ભાંડો ફૂટ્યો; દરજીકામ કરતા આરોપીએ દુકાને આવતી મહિલા-યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી

અંકલેશ્વરમાં એક પરણિત પાડોશીએ 17 વર્ષની માસૂમને પોતાની પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે, આ મામલે અંકલેશ્વર પોલીસે આ નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, અંકલેશ્વર શહેરમાં રહેતો 37 વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તેણે પાડોશમાં રહેતી 17 વર્ષીય સગીરાને ફોસલાવી તેની સાથે અનેકવાર કુકર્મ કર્યું હતું, જેના પગલે સગીરાને ગર્ભ રહી ગયો હતો. જેથી સગીરાને અચાનક પેટમાં દુ:ખાવો શરુ થઈ ગયો હતો. માતાને આ અંગે જાણ થતાં તે પોતાની દીકરીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં તબીબી પરીક્ષણમાં સગીરાને 2 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ જાણતાં જ માતા અને પરિવાર ચોંકી ઉઠ્યો હતો.

પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, ઝડપાયેલો આરોપી સગીરાને જુદી-જુદી જગ્યાએ મળવા બોલાવતો હતો. સપ્ટેમ્બર મહિનામાં તેણે સગીરાને એક મંદિર પાસે બોલાવતાં તે તેની બહેનપણી સાથે ત્યાં ગઈ હતી. જે બાદ શખસ સગીરાની બહેનપણીને દૂર ઉભી રાખી સગીરાને ઝાડીઓમાં લઈ ગયો હતો. જ્યાં તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના ત્રણેક અઠવાડિયામાં પુનઃ તેને તે જ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ઓક્ટોબર મહિનામાં શખસે તેના મિત્રના ઘરે લઈ જઈ ત્યાં પણ કુકર્મ કર્યું હતું. આ અરસામાં તેણે સગીરા સાથે બળજબરી કરી ફોનમાં તેનો નગ્ન ફોટો મંગાવ્યો હતો.

અંતે માતાના સમજાવ્યા બાદ સગીરા દ્વારા આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયાની જાણ થતાં જ આરોપી સુરત ભાગી ગયો હતો. પોલીસે આરોપીને સુરતથી ઝડપી પાડ્યો હતો. પોલીસે વિવિધ સ્થળોનું પંચનામું અને તબીબના રિપોર્ટ સહિતના સાંયોગિક પુરાવા એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસે આરોપીની ફોનની તપાસ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. માનસિક વિકૃતિ ધરાવતો આરોપી દરજી કામ સાથે સંકળાયેલો છે. આરોપી તેની દુકાનમાં આવતી અને ઘર તેમજ દુકાન આગળ પસાર થતી અનેક મહિલા અને યુવતીઓને પોતાની પ્રેમમાં ફસાવતો હોવાનો ખુલાસો થયો હતો. તેણે પ્રેમજાળમાં ફસાવેલી અનેક મહિલાઓ અને યુવતીઓના ફોટો પણ તેના ફોનમાંથી મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો