ONGCની પાઈપલાઈનમાં પંકચર કરનારા બે શખ્સોને વેડચ પોલીસે ઝડપી પાડ્યા

ઉચ્છદ ગામની સીમમાં ONGCની પાઈપલાઈનમાં પંકચર કરનારા બે શખ્સોને વેડચ પોલીસે ઝડપી પાડ્યા

જંબુસર તાલુકાના ઉચ્છદ ગામની સીમમાંથી ONGCની ફુડ ઓઈલની પાઈપ લાઈનમા પંકચર કરી કુડ ઓઈલ ચોરી કરવાની કોશિશ કરનારા બે આરોપીઓને વેડચ પોલીસે ઝડપી પાડ્યા છે.જેની વધુ તપાસ જંબુસર સીપીઆઈએ ચલાવી રહ્યા છે.

વેડચ પોલીસ મથકમાં 27 મી મે 2024 ના રોજ ફરિયાદ નોંધાઇ હતી.જેમાં માસારોડથી અણખી સુધી ONGC (TRUNK PIPE LINE) TPLમાં કોઈ અજાણ્યા ઇસમોએ ટ્રન્ક પાઈપ લાઈન પાસે ટેન્કર લાવી ONGC ટ્રંક પાઈપ લાઈન ઉપર ખાડો ખોદી વાલ્વ બેસાડેલો હતો અને તેમા પાઈપ ફીટ કરી તેની બીજી બાજુ ની પાઈપ ટેન્કરની અંદર નાખી ચોરી કરતા હોવાની જાણ ONGC સિક્યુરિટી ટીમને થતા ટીમે પોલીસમાં જાણ કરતા વેડચ પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી.ઇન્ચાર્જ પીએસઆઈ વી.એ. આહીરે ઝીણવટ ભરી તપાસ કરી ટીમને કામગીરી સોંપી હતી.

આ સમયે પીએસઆઈ વૈશાલી આહિરને માહિતી મળી હતી.કે, ભાગી જનાર આરોપી આણંદ જિલ્લાના વાસદ રેલ્વે સ્ટેશન નજીકથી મુખ્ય આરોપી નિલેશ ભારતસિંગ રાઠોડ તથા જંબુસર તાલુકા ના અણખી ગામેથી આરોપી રાકેશ ઉર્ફે પિન્કો રમણભાઈ ઠાકોર હાજર છે.જેથી ટીમે માહિતીવાળા સ્થળ પર પહોચી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.ટીમે તેમને વેડચ લાવી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ જંબુસરના સીપીઆઈ કે.એમ. વાઘેલાએ ચલાવી છે.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ