Posts

Showing posts from May, 2024

જૈન સાધ્વી ઓ ઉપર હુમલો કરનાર સામે બાથ ભીડનાર શાકભાજીના વેપારીનું આજે જૈન સમાજના આગેવાનો દ્વારા સન્માન કરાયું

Image
ભરૂચમાં જૈન સાધ્વી ઓ ઉપર હુમલો કરનાર સામે બાથ ભીડનાર શાકભાજીના વેપારીનું આજે જૈન સમાજના આગેવાનો દ્વારા સન્માન કરાયું. ભરૂચમાં દેરોલ ગામના પાટીયા પાસે વિહાર કરી રહેલા છ જેટલા સાધ્વી મહારાજ સાહેબ ઉપર એક વ્યક્તિએ વહેલી સવારે એકાએક હુમલો કર્યો હતો અને પટ્ટાઓથી મારવાનું શરૂ કરતાં ત્યાંથી પસાર થતાં શાકભાજીના વેપારીએ જોતા તેને તુરંત જ આ જૈન સાધ્વીઓને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા આ શાકભાજીનો વેપારી સતીશ રાઠોડ હુમલો કરનાર વ્યક્તિ સામે બાથ ભીડી હતી જેને લઈને આજરોજ ભરૂચ જિલ્લાના જૈન સમાજના આગેવાનો દ્વારા ભરૂચ શહેરની શ્રીમાળી પોળ ખાતે જૈન સાધવીઓનો જીવ બચાવનાર શાકભાજીના વેપારી સતીશ રાઠોડનું સાલ ઓઢાડી સન્માન કરવા આવ્યું હતું. જેમાં જૈન ધર્મફંડ પેઢી તેમજ શ્રીમાળીપોળ તેમજ વેજલપુર હેમલ શાહ, ઋચિત શાહ, શાંતિલાલ, સુરેશભાઈ સમાજના સંગઠન આગેવાનો આ પ્રસંગે હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા તેનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. #gujaratniparchhai  રિપોર્ટર ભરૂચ  પિયુષ મીસ્ત્રી 

ખાનગી બેંક તોડી અંદર રહેલી તિજોરી ટેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા

Image
તસ્કરોએ તરખાટ મચાવ્યો: ભરૂચમાં ખાનગી બેંક તોડી અંદર રહેલી તિજોરી ટેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા, તિજોરી ન તુટતાં સ્થળ પર જ મુકી પલાયન થયા ભરૂચ તાલુકાના આમદડા ગામ નજીક આવેલી એચડીએફસીએ બેંકને તસ્કરોએ નિશાન બનાવી બેંકની તિજોરી ટેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે. તસ્કરો ટેક્ટર વડે તિજોરી ખેંચી ગયા ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં આમદડા ગામ નજીક એચડીએફસીએ બેંક આવેલી છે. આ બેંકને ગતરોજ રાત્રીના તસ્કરોએ નિશાન બનાવી તેનું શટલ તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતાં. આ તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ પર જ મૂકીને પલાયન થઈ ગયા હતા. જોકે, સદનસીબે તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ હતી. પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી આ તસ્કરોએ આમદડા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે. જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહિ મળતા તેનો મ...

એક ઇસમ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવા બાબતે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ લખાવી

Image
ઝઘડિયા તાલુકાના એક ગામની સગીર યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર યુવક સામે ફરિયાદ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી સગીરાને એક ઇસમ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવા બાબતે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી.  બનાવ અંગે મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના એક ગામે આ ૧૭ વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે. દરમિયાન ગત તા.૨૭ મીના રોજ ઝઘડિયા ત‍ાલુકાના લિમોદરા ગામે રહેતો વિશાલ ફુલસિંગ વસાવા નામનો યુવક આ સગીર‍ાને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો. આ સંદર્ભે ભોગ બનનાર સગીરાના પિતાએ તેમની સગીર વયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપીને પટાવી ફોસલાવીને પોતાના વાલીપણામાંથી ભગાડી જનાર સદર ઇસમ વિશાલ ફુલસિંગ વસાવા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસના જણાવ્યા અનુસાર સદર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. #gujaratniparchhai  રિપોર્ટર ભરૂચ  પિયુષ મીસ્ત્રી 

ભરૂચ ટીડીઓ અને ભરૂચ ડીડીઓ ક્યારે દૂર કરશે અને થયેલ વીજળી બીલનો વ્યર્થ ખર્ચની વસૂલાત કરશે

Image
ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયત કચેરીના તલાટી તથા ક્લાર્કની ચેમ્બરમાં વપરાતા એસીની તપાસ ક્યારે..?  વિકાસ કમિશ્નર ગાંધીનગરના વર્ગ-૧ અને વર્ગ-૨ સિવાયના અધિકારીઓએ એસી ની સગવડ ભોગવતા હોય તેવા એસી ભરૂચ ટીડીઓ અને ભરૂચ ડીડીઓ ક્યારે દૂર કરશે અને થયેલ વીજળી બીલનો વ્યર્થ ખર્ચની વસૂલાત કરશે ખરા..? ભરૂચ તાલુકા ની નંદેલાવ ગ્રામ પંચાયત કચેરી એ વર્ષ ૨૦૧૪ માં બે નંગ એસી ની ખરીદી કરેલ હતી જે એસી નો વપરાશ હાલમાં કચેરીમાં ચાલુ જોવા મળેલ છે ઉનાળા દરમિયાન ખૂબ જ પ્રમાણમાં ગરમી નું પ્રમાણ વધી જવાને કારણે નંદેલાવ કચેરી ના કામકાજ દરમિયાન એર કન્ડિશનર ચાલુ હાલતમાં જોવા મળે છે વર્ગ એક અને બે ના અધિકારીઓ અધિકારીઓને મળતી સુવિધા સગવડો મુજબ વર્ગ-૩ના કર્મચારી એવા તલાટી કમ મંત્રી તેમની ચેમ્બરમાં પણ એર કન્ડિશનનો વપરાશ ચાલુ હોય તેમ જાણવા મળેલ છે તેમજ કોમ્પ્યુટર ઓપરેટર તથા અન્ય કર્મચારી આકાશ આ કચેરીમાં ફરજ બજાવે છે તેમની કેબિનમાં પણ એર કન્ડિશન લગાડવામાં આવેલ છે બે નંગ એસી ની ખરીદી કરવામાં આવેલ હોય તો કચેરીમાં કુલ ત્રણ નંગ એસી કેવી રીતે આવી ગયા છે. તે અંગેની તપાસ તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારીએ કરવાની થાય છે...

DDO, TDO, RTO, મામલતદાર, PSI નું સેટિંગ પ્રજાના નામે ઠીકરું ફોડી બોલ્યા મનસુખ વસાવા

Image
બેફામ-બેરોકટોક : ઓવરલોડેડ ચાલતા હાઇવામાં DDO, TDO, RTO, મામલતદાર, PSI નું સેટિંગ પ્રજાના નામે ઠીકરું ફોડી બોલ્યા મનસુખ વસાવા કલેકટરને પણ પત્ર લખ્યો પણ કોઈ પગલાં નહિ નો સુર રાજપીપળાથી ભરૂચ સુધી માર્ગની બન્ને બાજુ પર્વતોની જેમ રેતીના પહાડો  અધિકારી અને પદાધિકારીઓના સેટિંગને લઈ મનસુખ વસાવાએ વ્યક્ત કર્યું દુઃખ તંત્ર કાર્યવાહી નહિ કરે તો જનઆંદોલન છેડી પોતે નેર્તુત્વ કરશેની આપી ચીમકી ઓવરલોડેડ વાહનોથી દુવાઘપુરા ઉમલ્લા પંચાયતની પાણીની લાઈનો તૂટી જતા ભાજપના સાંસદ ઉમેદવારે કાઢ્યો રોષ ભરૂચના સાતમી વખતના ભાજપના સાંસદના ઉમેદવાર મનસુખ વસાવાએ પ્રજાના નામે અધિકારીઓ અને પદાધિકારીઓનું રેત-ભૂમાફિયા સાથે સેટિંગ હોવાનું ઠીકરું ફોડયું છે. ઝઘડિયા તાલુકાની ઉમલ્લા અને દુવાઘપુરા ગ્રામ પંચાયતની પાણીની લાઈનો બેફામ દોડતા ઓવરલોડેડ હાઇવા-ડમ્પરના કારણે તૂટી ગઈ હતી. ભર ઉનાળે આકરી ગરમીમાં બંને ગ્રામ પંચાયતના ગ્રામજનોને પાણીના વલખા પડતા ભાજપના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા સહિત સરપંચો સાથે ઉમલ્લા દોડી આવ્યા હતા. જ્યાં તેઓએ રાજપીપળા થી ભરૂચ સુઘી બેફામ અને બેરોકટોક દ...

ભરૂચ જિલ્લામાં એક તરફ પાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ગેમઝોન, હોસ્પિટલો, ક્લાસિસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

Image
સરકારી કચેરીઓમાં ફાયર એકસટિંગ્યુશરની બોટલો માત્ર નામની, રીન્યુ કરવામાં આળસ ભરૂચ રાજકોટની ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધી હતી. 28 લોકોના મોતની ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટે તમામ મહાનગરપાલિકાને શહેરમાં ચાલતાં ગેમઝોનમાં તપાસના આદેશ આપ્યાં છે.  જે રાજ્ય સરકારે પણ તમામ શહેરમાં મંદીર-મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, ટ્યૂશન ક્લાસિસ ,થિયેટર, ફુડ માર્કેટ સહિતના વસ્તી ગીચતાવાળા સ્થળોએ તેમજ ગેમઝોન સહિતના સ્થળોએ ચકાસણી કરવાના આદેશ આપ્યાં છે. જેમાં જેમની પાસે તમામ પરવાનગી તેમજ ફાયર એનઓસી ન હોય તેમની સામે ગુનો નોંધવાનો આદેશ પણ કર્યો છે. ત્યારે લોકોમાં પાડાને વાંકે પખાલીને ડામ દેવાનું કૃત્ય સરકાર કરી રહી હોવાનો આક્ષેપ કરી રહી છે. સુરક્ષાને લઇને તંત્ર સતર્ક થાય તે જરૂરી છે. પરંતુ જ્યારે આ પ્રકારની ઘટના બને ત્યારે જ સરકાર દ્વારા આળખ ખંખેરીને આ પ્રકારનું ચેકિંગ કરાતું હોવાનો રોષ લોકો વ્યક્ત કરી રહી છે. જોકે, ત્યારે સરકારી તંત્રની કચેરીઓમાં જ ફાયર સેફ્ટીને લઇને કેટલી તકેદારી રખાઇ છે તેનું મુલ્યાંકન કરવું પણ જરૂરી બની ગયું છે. ભરૂચ જિલ્લામાં એક તરફ પાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ગેમઝોન, હોસ...

કેસરોલ ગામ નજીક આવેલા ટોલ ટેક્સ પર ભરૂચ રજિસ્ટ્રેશનની લક્ઝરી બસ હોવા છતાંય ટોલ ટેક્સ દ્વારા ટોલ વસુલવામાં આવતો હોવાથી સ્થાનિકોમાં આક્રોશ વ્યક્ત કર્યો

Image
ભરૂચ અને દહેજ વચ્ચે આવેલા કેસરોલ ગામ નજીક આવેલા ટોલ ટેક્સ પર ભરૂચ રજિસ્ટ્રેશનની લક્ઝરી બસ હોવા છતાંય ટોલ ટેક્સ દ્વારા ટોલ વસુલવામાં આવતો હોવાથી સ્થાનિકોમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.જો ટોલ દ્વારા તેમની માંગણી નહિ સ્વીકાર તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાત રાજય માર્ગ વિકાસ નિગમ ( જીએસઆર ડીસી) દ્વારા વર્ષ 2018 માં ભરૂચથી દહેજને જોડતાં 48 કિમિ સ્ટેટ હાઇવેનું નવીનીકરણ કરી તેને સીકસ લેનમાં ફેરવી દેવાયો હતો.આ માર્ગ પરથી પસાર થતાં ટુ એકસેલથી મલ્ટીએકસેલ વાહનો પાસેથી રીટર્ન ટ્રીપ માટે ટોલ વસુલવામાં આવી રહ્યો છે.જેમાં ભરૂચ-દહેજ માર્ગ પરથી ટુ વ્હીલર,થ્રી વ્હીલર્સ, એલએમવી, એસટી બસ તથા ભરૂચનું પાર્સિંગ ધરાવતાં વાહનોને મુકિત આપવામાં આવી છે.ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા વેંગણી ગામના રહેવાસી ભરત ગોહિલ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે એક લકઝરી બસ ભરૂચ રજિસ્ટ્રેશનની છે પરંતુ તેની નંબર પ્લેટ જીજે 06 ની હોય કેસરોલ ગામ નજીક આવેલા ટોલ પરથી અવર જવર કરતા વખતે ટોલ ટેક્સ વાળા તેને રોકીને ટોલની માંગણી કરવામાં આવે છે.જ્યારે ભરત ગોહિલે આ બાબતે ટોલ ટેક્સના સંચાલકોને અનેક વ...

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના OBC માં મુસ્લિમોને સમાવવાના નિર્ણયનો દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ

Image
 ભરૂચ જિલ્લા ભાજપે મમતા બેનર્જીનું પૂતળું ફૂંકી હુરિયો બોલાવ્યો  OBC મોરચા દ્વારા વિરોધ નોંધાવી મુસ્લિમોને OBC માં સમાવવાની તૃષ્ટીકરણની રાજનીતિની ઝાટકણી કઢાઈ OBC અનામતને મુસ્લિમોને નહિ અપાઈ નરેન્દ્ર મોદી પેહલા જ કરી ચુક્યા છે જાહેરાત : રમેશ મિસ્ત્રી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના OBC માં મુસ્લિમોને સમાવવાના નિર્ણયનો દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ : મારૂતિસિંહ અટોદરિયા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા તૃષ્ટીકરણની રાજનીતિ રમી OBC માં મુસ્લિમોને સમાવવાની મમતા સામે ભરૂચ જિલ્લા ભાજપ OBC મોરચાએ વિરોધ નોંધાવી પાંચબતી ખાતે મમતા બેનર્જીનું પૂતળું ફૂંકયું હતું. લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મુસ્લિમ તૃષ્ટીકરણની રાજનીતિ રમી OBC કોટામાં મુસ્લિમોને સમાવવાનો નિર્ણય લીધો હતો. જોકે ચાર દિવસ પેહલા જ કલકતા હાઇકોર્ટે આ નિર્ણયને સમાપ્ત કરી દીધો હતો. તેમ છતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની મુસ્લિમો પ્રત્યેની મમતામાં કોર્ટના આદેશને માનવાના નથી તેમ કહી મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમાવેશ કરવાની જાહેરાત કરી દીધી હતી. OBC કોટામાં મુસ્લિમોને સમાવવાની મમતા બેનર્જીની જાહેરાત સામે સમગ્ર ...

તાલુકા પંચાયત ખાતે સમર્થકો સાથે ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને

Image
 દેડિયાપાડામાં ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે રાજકીય ઢીસુમ ઢીસુમ, જુઓ VIDEO  તાલુકા પંચાયત ખાતે સમર્થકો સાથે ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને કચેરીમાં TDO ને ચૈતર વસાવાએ ધમકી આપી ગેરવર્તન કરાયું : મનસુખ વસાવા મનસુખ વસાવા કોઈ પદ પર નહિ દેડિયાપાડાના નાગરિક નહિ ક્યાં હોદ્દાની રુહે ખુરશીમાં બેઠા : ચૈતર વસાવા બંને પક્ષોના ઉમેદવારો સાથે ટોળા ઉમટી પડતા મામલો થાળે પાડવા પોલીસે કરવી પડી દરમિયાનગીરી ભરૂચ લોકસભાની હોટ સીટ પર ચૂંટણી બાદ પણ આજે આપ અને ભાજપ ઉમેદવાર વચ્ચે રાજકીય ધમાસણ જોવા મળ્યું હતું. દેડિયાપાડામાં આજે શુક્રવારે ચૈતર વસાવા અને મનસુખ વસાવાના સમર્થકો સાથે બન્ને પક્ષના કાર્યકરોના ટોળે ટોળા ઉમટી પડતા વણસતી પરિસ્થિતિને નિયંત્રિત કરવા પોલીસે દોડવું પડ્યું હતું. બપોરે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા દ્વારા પોતાના ફેસબુક પર મેસેજ મુકાયો હતો કે, દેડિયાપાડા તાલુકા પંચાયત કચેરીમાં TDO સાથે ચૈતર વસાવા ધાક ધમકી કરી રહ્યાં છે. બંધ ઓફિસમાં સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારી સાથે ગેરવર્તન કરાતા કર્મચારીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. જે બાબતની જાણ થતાં મનસુખ વસાવા તાત્કાલિક દેડિયાપાડા પોહચ...

વીજ વિભાગ દ્વારા અવાર નવાર વીજ કનેક્શન નું ચેકિંગ કરતા, ગ્રામ્ય વિસ્તાર મોખરે

Image
 2.28 લાખમાંથી 6 હજાર જોડાણોમાં ગેરરીતિ, 90 ટકા કેસ ગ્રામ્ય વિસ્તારના ભરૂચ જિલ્લામાં દર વર્ષે વીજ વિભાગ દ્વારા વીજચોરીના કનેકશન પકડી પાડવામાં આવ્યા છે. જેમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ વિભાગેએ 2,28,082 કનેક્શન નું ચેકિંગ કરતા 5,911 ગેરકાયદેસર કનેક્શન પકડી પાડવામાં આવ્યા હતા. જેઓને 19. 15 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં વીજચોરીના 5,911 કનેક્શનો પકડીને 1915.41 લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ વર્ષ 22-23 માં 2,878 ને વર્ષ 23-24 માં 1,664 કનેક્શનો પડ્યા હતા. મોટાભાગે વીજ ચોરી ગ્રામ્ય વિસ્તારમાં થતી હોય છે. લોકો દ્વારા અવનવા પેતરા અપનાવી વીજ ચોરી કરતા હોય છે. જેમાં મોટાભાગે અલગથી વાયર નાખી વીજ ચોરીના વધુ બનાવો બનતા હોય છે. તે સિવાય ઈલેક્ટ્રીક મીટરમાં છેડછાડ રજીસ્ટન લગાવી તેમજ સાદા મીટરમાં ન્યુટ્રલ બ્રેક કરી અર્થિંગકરીને ને વીજ ચોરી કરવામાં આવે છે. ઉનાળામાં સૌથી વધુ વીજ ચોરી થતી હોય છે. જેના કારણે લોડીંગ વધે છે, તેથી લો વોલ્ટેજ ટ્રીપ વાગવી જેવી સમસ્યા ઊભી થાય છે. સાથે વાયરો અને ટ્રાન્સફોર્મર પણ ફૂકાઈ જતા હોય છે. જેથી વીજ વિભાગ દ્વારા અવાર નવાર વીજ કનેક્શન નું...

અજાણ્યા વ્યક્તિને છોડાવવા વચ્ચે પડતા ઉશ્કેરાયેલા ઈસમે ઓળખીતા વ્યક્તિ પર ધારીયા વડે હુમલો કર્યો

Image
ભરૂચમાં અજાણ્યા ઈસમોને છોડાવવા વચ્ચે પડેલા યુવકને ઉશ્કેરાયેલા ઈસમે માથા અને મોઢાના ભાગે ધારીયાના ઘા માર્યા ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં બે વ્યક્તિઓ કોઈ બાબતે મારામારી કરી રહ્યા હતાં.તે સમયે અજાણ્યા વ્યક્તિને છોડાવવા વચ્ચે પડતા ઉશ્કેરાયેલા ઈસમે ઓળખીતા વ્યક્તિ પર ધારીયા વડે હુમલો કર્યો હતો. જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા વડોદરા સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.આ મમાલે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા મહાવીર નગરમાં રહેતા રાજ ગણેશ ચૌહાણ કડિયા કામ કરીને જીવન ગુજરાન ચલાવે છે.ગતરોજ તે પોતાનુ કામકાજ પતાવી ઘરે આવી સાંજના સમયે બીજા દિવસની મજૂરી કામ માટે શક્તિનાથ સર્કલ પાસે ગયો હતો.ત્યાંથી તે ચાલતા ચાલતા તેના ઓળખીતા સુનિલ જયંતીભાઈ વસાવા અને સુકલીબેન મળવા માટે ગયા હતાં.આ સમયે સુનીલ જયંતિ વસાવા એક અજાણ્યા ઈસમને ઢીકાપાટુનો માર મારતો હતો જેથી ગણેશ ચૌહાણે આ અજાણ્યા ઈસમને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા સુનિલ વસાવાએ નજીકમાં પડેલા ધારીયું લઇ ગણેશને કહેવા લાગ્યો હતો.કે, તું શા માટે અમારા ઝઘડામાં વચ્ચે પડે છે ? તેમ કહી તેને અપશબ્દો બોલી માથાના ભાગે ત...

ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગ અને ઝાડેશ્વર પંચાયત દ્વારા ત્રણ દિવસની નોટીસ આપવામાં આવી હતી

Image
ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક દબાણો દુર કરાયા, સતત ત્રીજા દિવસે દબાણ ઝુંબેશ યથાવત ભરૂચના જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચાલી રહેલા દબાણ હટાવો ઝુંબેશના ભાગરૂપે ઝાડેશ્વર ચોકડી પર મુખ્ય રોડને અડીને આવેલા લાડી ગલ્લા ધારકોને વારંવાર ગામ પંચાયત અને ટ્રાફિક વિભાગ દ્વારા નોટિસ આપી હતી.તેમ છતાંય દબાણકારોએ દબાણો નહિ હટાવતા સી ડીવીઝન પોલીસે દબાણ હટાવો ઝુંબેશ કામગીરી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગ અને ઝાડેશ્વર પંચાયત દ્વારા ત્રણ દિવસની નોટીસ આપવામાં આવી હતી.તેમ છતાંય દબાનકારોએ તેમના લારી ગલ્લાનાં દબાણ નહિ હટાવતા આજરોજ ઝાડેશ્વર ચોકડીને અડીને આવેલા મુખ્ય માર્ગ ઉપરના લારીઓ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.ત્યારે ઝાડેશ્વર ચોકડી પર લારી- ગલ્લા ચલાવી રોજી રોટી પ્રાપ્ત કરતા લારી ધારકો આક્રોશ જોવા મળી રહ્યો હતો.આ માર્ગ ઉપર જ મોટા મોટા બસના પાર્કિંગો આવેલા છે. ત્યારે ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર મોટી સંખ્યામાં લકઝરી બસો અવર-જવર કરતી હોય કંપનીઓના શિફ્ટના ટાઇમે ઝાડેશ્વર ચોકડી પર ટ્રાફિકજામની સમસ્યા સર્જતી હતી.જેને લઈને અનેક બુમો ઉઠી હતી.પોલીસ વિભાગે આ લારી ગલ્લાઓ હટાવ્યા હતા.જેથી રોજ રોજ ક...

ઝનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં અને ગડખોલ બદલી પામેલાં તબીબનો મૃતદેહ મોતાલી ગામ નજીકથી મળી આવ્યો

Image
ઝનોર આરોગ્ય કેન્દ્રના ગુમ થયેલાં તબીબનો મૃતદેહ મોતાલી ગામ નજીકથી મળી આવ્યો ભરૂચ તાલુકાના ઝનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં અને ગડખોલ બદલી પામેલાં તબીબનો મૃતદેહ મોતાલી ગામ નજીકથી મળી આવ્યો હતો. તેઓ બે દિવસથી ગુમ હોવાથી શોધખોળ ચાલી રહી હતી. મોતાલી ગામ પાસે મૃતદેહ હોવાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહ પર ઇજાના કોઇ નિશાન જોવા મળ્યાં ન હતાં. મૃતદેહની તલાશી દરમિયાન તેમાંથી લાયસન્સ અને આઇડી કાર્ડ મળતાં તેની ઓળખ રાજેશ સિંધા તરીકે થઇ હતી. પોલીસે તપાસ કરતા મૃતક ઝનોર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતાં. બે દિવસ પૂર્વે તેઓ અંકલેશ્વરના ગડખોલ પી.એચ.સી સેન્ટર પર એક દિવસ માટે ફરજ પર તેઓ આવ્યા બાદ ઘરેપરત પહોંચ્યા ના હતા. મૃતદેહ પ્રથમ દ્રષ્ટિએગુમ થયેલ 43 વર્ષીય સરકારી મેડિકલ ઓફિસર રાજેશ કુમાર સિંધાનો હોવાની શંકા ઉદભવી હતી. પણ ચહેરો ડી કમ્પોઝ હોવાથી ખરેખર એ જ છે કે કેમ તે પણ સવાલ ઉભા થયા હતા. પોલીસે પ્રાથમિક મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો.મૃતક ઈસમ ડૉ રાજેશકુમાર સિંધા છે કે કેમ ? તેમજ મૃતદેહ પર કોઈ ઇજા ના હોવાથી હત્યા કે પછી આત્મહત્યાછે કે કેમ ? તે સવાલ નો જવાબ શોધવા પોલીસે પ્રાથમિ...

નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના મદદનીશ લાંચ લેતા ઝડપાયા

Image
લાખોની લાંચ લેતો ભ્રષ્ટ અધિકારી રંગેહાથ ઝડપાયો, ACB આ રીતે પાર પાડ્યું ઓપરેશન ભ્રષ્ટાચારી અધિકારીઓને ઝડપી પાડવા માટે હવે એન્ટી કરપ્શન બ્યુરો (anti corruption bureau) પણ સજ્જ બન્યું છે, જેમાં ભરૂચની બહુમાળી બિલ્ડિંગના અધિકારીએ અરજદારને ફેક્ટરી ખોલવા માટે પ્લાનના નકશા મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હોય અને સવા લાખ રૂપિયાની લાંચ લેતા અધિકારી સુરત એન્ટીકરપ્શનના છટકામાં ઝડપાઈ જતાં ભ્રષ્ટ અધિકારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચની (Bharuch) બહુમાળી બિલ્ડિંગમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી આવેલી છે, જેમાં વર્ગ-2 ના મદદનીશ નિયામક (Assistant Director Class-II) જિગરભાઈ જગદીશચંદ્ર પટેલે અરજદાર નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાન્ટ નકશા મંજૂર કરાવવા જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી. જે અરજીમાં કેટલીક ક્ષતિઓ કાઢી અધિકારી જિગર પટેલે નકશો પાસ કરાવવા અને ફેક્ટરી ખોલવા માટે બધું થઈ જશે પરંતુ, 1 લાખ 25 હજાર રૂપિયા આપવા પડશે કહી લાંચ માગી હતી. લાંચની રકમ અરજદાર ચૂકવવા તૈયાર ન હોય અને ભ્રષ્ટાચારી અધિકારી સામે અરજદારે સુરત એન્ટી કરપ્શનમાં ફરિયાદ કરી હતી. સુરત એન્ટી કરપ્શનને પણ સંપૂર્ણ પ્રકરણમાં લાં...

હાઈકાલ કંપની અને પત્રકારો વચ્ચે ખેલદિલી ભર્યા વાતાવરણમાં ક્રિકેટ મેચ રમાઇ

Image
પાનોલીની હાઈકલ કંપની અને જિલ્લાના પત્રકારો વચ્ચે ખેલદિલી ભર્યા વાતાવરણમાં ક્રિકેટ મેચ રમાઇ ત્રણ મેચ પૈકી બે મેચમાં હાઈકલ અને એકમાં પત્રકાર સંગઠનની ટીમ વિજેતા રહી ગુજરાતમાં તાજેતરમાં જ ચૂંટણીઓ સંપન્ન થઈ છે. સતત દોડભાગ વાળી ચૂંટણી બાદ પત્રકારો અને હાઈકલ કંપની વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ ઉત્સાહ, આનંદ, મનોરંજન અને ખેલદિલી ભર્યા વાતાવરણમાં પૂરી થઈ હતી. હાઇકલ કંપની બે તેમજ પત્રકાર સંગઠન એક મેચમાં વિજેતા રહ્યા હતા. મેચ બાદ વિજેતા ટીમને તેમજ મેન ઓફ ધી મેચ ને ટ્રોફી એનાયત થઈ હતી. સતત સ્ટ્રેસ અને દોડભાગ વાળી જિંદગી વચ્ચે પત્રકારો હળવાશ અનુભવી શકે અને કંપનીના સ્ટાફ સાથે મિત્રચારી વધે તે હેતુસર હાઈકલ કંપની દ્વારા પત્રકારો સાથે ક્રિકેટ મેચનું આયોજન થયું હતું. જેમાં પત્રકારોની ત્રણ ટીમ AIJ(ભારતીય પત્રકાર સંઘ, પત્રકાર એકતા પરિષદ, ભરૂચ સક્રિય પત્રકાર સંધે ભાગ લીધો હતો. ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે પણ પત્રકારો અને હાઇકલ કંપનીના સ્ટાફ દ્વારા ખુબજ રમૂજ અને ઉત્સાહજનક વાતાવરણ વચ્ચે મેચ રમાઇ હતી. કુલ ત્રણ મેચ પૈકી બે મેચમાં હાઇકલ ની ટીમનો વિજય થયો હતો. જ્યારે એક મેચમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘનો વિજય થયો હતો. આ ત...