ભરૂચ ટીડીઓ અને ભરૂચ ડીડીઓ ક્યારે દૂર કરશે અને થયેલ વીજળી બીલનો વ્યર્થ ખર્ચની વસૂલાત કરશે

ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયત કચેરીના તલાટી તથા ક્લાર્કની ચેમ્બરમાં વપરાતા એસીની તપાસ ક્યારે..? 

વિકાસ કમિશ્નર ગાંધીનગરના વર્ગ-૧ અને વર્ગ-૨ સિવાયના અધિકારીઓએ એસી ની સગવડ ભોગવતા હોય તેવા એસી ભરૂચ ટીડીઓ અને ભરૂચ ડીડીઓ ક્યારે દૂર કરશે અને થયેલ વીજળી બીલનો વ્યર્થ ખર્ચની વસૂલાત કરશે ખરા..?

ભરૂચ તાલુકા ની નંદેલાવ ગ્રામ પંચાયત કચેરી એ વર્ષ ૨૦૧૪ માં બે નંગ એસી ની ખરીદી કરેલ હતી જે એસી નો વપરાશ હાલમાં કચેરીમાં ચાલુ જોવા મળેલ છે ઉનાળા દરમિયાન ખૂબ જ પ્રમાણમાં ગરમી નું પ્રમાણ વધી જવાને કારણે નંદેલાવ કચેરી ના કામકાજ દરમિયાન એર કન્ડિશનર ચાલુ હાલતમાં જોવા મળે છે વર્ગ એક અને બે ના અધિકારીઓ અધિકારીઓને મળતી સુવિધા સગવડો મુજબ વર્ગ-૩ના કર્મચારી એવા તલાટી કમ મંત્રી તેમની ચેમ્બરમાં પણ એર કન્ડિશનનો વપરાશ ચાલુ હોય તેમ જાણવા મળેલ છે તેમજ કોમ્પ્યુટર ઓપરેટર તથા અન્ય કર્મચારી આકાશ આ કચેરીમાં ફરજ બજાવે છે તેમની કેબિનમાં પણ એર કન્ડિશન લગાડવામાં આવેલ છે બે નંગ એસી ની ખરીદી કરવામાં આવેલ હોય તો કચેરીમાં કુલ ત્રણ નંગ એસી કેવી રીતે આવી ગયા છે. તે અંગેની તપાસ તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારીએ કરવાની થાય છે વર્ષ ૨૦૧૪ થી એસી નો વપરાશ ચાલુ છે.

હાલમાં દસ વર્ષ થઈ ગયા છે એસી નું આવતું વધારાનું લાઈટ બિલ કચેરી ભોગવે છે જે ખરેખર અયોગ્ય બાબત છે તે અંગે ફરિયાદ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને તપાસ માટે કરવામાં આવેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે વિકાસ કમિશનર ગાંધીનગર નો તારીખ ૦૪/૦૧/૨૦૨૦ નો પરિપત્ર હોય કે વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓ જેવી સગવડો ભોગવતા નંદેલાવ પંચાયત કચેરીના અન્ય વર્ગ-૩ ના તથા કર્મચારીઓ ભોગવતા હોય તો તેમાં વપરાતા વધારાના વીજળી બિલ નો અંદાજ કાઢી તે સગવડો જેટલા સમય માટે ભોગવેલ હોય એટલા સમય માટે તેમની પાસેથી નાણા વસુલાત કરાવી તમામ ચેમ્બરો માંથી એસી દૂર કરવા નો પરિપત્ર છે હવે જોવાનું રહ્યું કે ભરૂચના તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે આગળની કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરે છે કે પછી તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ..?

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો