ઝનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં અને ગડખોલ બદલી પામેલાં તબીબનો મૃતદેહ મોતાલી ગામ નજીકથી મળી આવ્યો

ઝનોર આરોગ્ય કેન્દ્રના ગુમ થયેલાં તબીબનો મૃતદેહ મોતાલી ગામ નજીકથી મળી આવ્યો

ભરૂચ તાલુકાના ઝનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં અને ગડખોલ બદલી પામેલાં તબીબનો મૃતદેહ મોતાલી ગામ નજીકથી મળી આવ્યો હતો. તેઓ બે દિવસથી ગુમ હોવાથી શોધખોળ ચાલી રહી હતી. મોતાલી ગામ પાસે મૃતદેહ હોવાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહ પર ઇજાના કોઇ નિશાન જોવા મળ્યાં ન હતાં. મૃતદેહની તલાશી દરમિયાન તેમાંથી લાયસન્સ અને આઇડી કાર્ડ મળતાં તેની ઓળખ રાજેશ સિંધા તરીકે થઇ હતી. પોલીસે તપાસ કરતા મૃતક ઝનોર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતાં. બે દિવસ પૂર્વે તેઓ અંકલેશ્વરના ગડખોલ પી.એચ.સી સેન્ટર પર એક દિવસ માટે ફરજ પર તેઓ આવ્યા બાદ ઘરેપરત પહોંચ્યા ના હતા. મૃતદેહ પ્રથમ દ્રષ્ટિએગુમ થયેલ 43 વર્ષીય સરકારી મેડિકલ ઓફિસર રાજેશ કુમાર સિંધાનો હોવાની શંકા ઉદભવી હતી. પણ ચહેરો ડી કમ્પોઝ હોવાથી ખરેખર એ જ છે કે કેમ તે પણ સવાલ ઉભા થયા હતા. પોલીસે પ્રાથમિક મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો.મૃતક ઈસમ ડૉ રાજેશકુમાર સિંધા છે કે કેમ ? તેમજ મૃતદેહ પર કોઈ ઇજા ના હોવાથી હત્યા કે પછી આત્મહત્યાછે કે કેમ ? તે સવાલ નો જવાબ શોધવા પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનોગુનો નોંધી તપાસ શરુ કરી હતી. તેમજ ડૉ રાજેશ કુમાર સિંધા પરિજનો ડી.એન.એ મેચ કરવા માટે પણ પોલીસ વિચારી રહી છે.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો