DDO, TDO, RTO, મામલતદાર, PSI નું સેટિંગ પ્રજાના નામે ઠીકરું ફોડી બોલ્યા મનસુખ વસાવા

બેફામ-બેરોકટોક : ઓવરલોડેડ ચાલતા હાઇવામાં DDO, TDO, RTO, મામલતદાર, PSI નું સેટિંગ પ્રજાના નામે ઠીકરું ફોડી બોલ્યા મનસુખ વસાવા

કલેકટરને પણ પત્ર લખ્યો પણ કોઈ પગલાં નહિ નો સુર


રાજપીપળાથી ભરૂચ સુધી માર્ગની બન્ને બાજુ પર્વતોની જેમ રેતીના પહાડો 

અધિકારી અને પદાધિકારીઓના સેટિંગને લઈ મનસુખ વસાવાએ વ્યક્ત કર્યું દુઃખ


તંત્ર કાર્યવાહી નહિ કરે તો જનઆંદોલન છેડી પોતે નેર્તુત્વ કરશેની આપી ચીમકી


ઓવરલોડેડ વાહનોથી દુવાઘપુરા ઉમલ્લા પંચાયતની પાણીની લાઈનો તૂટી જતા ભાજપના સાંસદ ઉમેદવારે કાઢ્યો રોષ


ભરૂચના સાતમી વખતના ભાજપના સાંસદના ઉમેદવાર મનસુખ વસાવાએ પ્રજાના નામે અધિકારીઓ અને પદાધિકારીઓનું રેત-ભૂમાફિયા સાથે સેટિંગ હોવાનું ઠીકરું ફોડયું છે.

ઝઘડિયા તાલુકાની ઉમલ્લા અને દુવાઘપુરા ગ્રામ પંચાયતની પાણીની લાઈનો બેફામ દોડતા ઓવરલોડેડ હાઇવા-ડમ્પરના કારણે તૂટી ગઈ હતી.


ભર ઉનાળે આકરી ગરમીમાં બંને ગ્રામ પંચાયતના ગ્રામજનોને પાણીના વલખા પડતા ભાજપના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા સહિત સરપંચો સાથે ઉમલ્લા દોડી આવ્યા હતા.


જ્યાં તેઓએ રાજપીપળા થી ભરૂચ સુઘી બેફામ અને બેરોકટોક દોડતા ઓવરલોડેડ હાઇવા અને ડમ્પરમાં અધિકારીઓ અને પદાધિકારીઓનું સેટિંગ હોવાનું મીડિયા સમક્ષ કહ્યું હતું. જોકે આ તેઓ નહિ પણ પ્રજા કહી રહી હોય તેમ કહી પ્રજાના નામે DDO, TDO, મામલતદાર, RTO, PSI નું સેટિંગ ચાલતું હોવાનું ઠીકરું ફોડયું હતું.



રાજપીપળાથી ભરૂચ સુધી રસ્તાની બન્ને બાજુ પર્વતો જેવા રેતીના ઢગમાં આ અધિકારીઓ અને પદાધિકારીઓના સેટિંગને લઈ તેમણે ભારે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. તો કહ્યું હતું કે અધિકારીઓ, તંત્ર અને પોલીસને આ અંગે રજુઆત કરવા છતાં તેઓ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી.


ઓવરલોડેડ વાહનો અને રેતી માફિયા અંગે ખાણ ખનીજ સહિત સંબંધિત વિભાગો, તંત્ર, અધિકારીઓ સાથે જ ભરૂચ કલેકટરને પણ પત્ર લખી મનસુખ વસાવાએ રજુઆત કરવા છતાં કેલકટરે કઈ નહિ કર્યું હોવાના પણ તેમણે આક્ષેપ કર્યા હતા.



આવનાર સમયમાં તંત્ર ઓવરલોડેડ વાહનો પર લગામ લાવી કાર્યવાહી નહિ કરે તો પ્રજાને સાથે રાખી પોતે આગેવાની કરી જન આંદોલન છેડવાની પણ મ મનસુખ વસાવાએ જાહેરાત કરી દીધી છે.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો