જૈન સાધ્વી ઓ ઉપર હુમલો કરનાર સામે બાથ ભીડનાર શાકભાજીના વેપારીનું આજે જૈન સમાજના આગેવાનો દ્વારા સન્માન કરાયું

ભરૂચમાં જૈન સાધ્વી ઓ ઉપર હુમલો કરનાર સામે બાથ ભીડનાર શાકભાજીના વેપારીનું આજે જૈન સમાજના આગેવાનો દ્વારા સન્માન કરાયું.

ભરૂચમાં દેરોલ ગામના પાટીયા પાસે વિહાર કરી રહેલા છ જેટલા સાધ્વી મહારાજ સાહેબ ઉપર એક વ્યક્તિએ વહેલી સવારે એકાએક હુમલો કર્યો હતો અને પટ્ટાઓથી મારવાનું શરૂ કરતાં ત્યાંથી પસાર થતાં શાકભાજીના વેપારીએ જોતા તેને તુરંત જ આ જૈન સાધ્વીઓને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા આ શાકભાજીનો વેપારી સતીશ રાઠોડ હુમલો કરનાર વ્યક્તિ સામે બાથ ભીડી હતી જેને લઈને આજરોજ ભરૂચ જિલ્લાના જૈન સમાજના આગેવાનો દ્વારા ભરૂચ શહેરની શ્રીમાળી પોળ ખાતે જૈન સાધવીઓનો જીવ બચાવનાર શાકભાજીના વેપારી સતીશ રાઠોડનું સાલ ઓઢાડી સન્માન કરવા આવ્યું હતું. જેમાં જૈન ધર્મફંડ પેઢી તેમજ શ્રીમાળીપોળ તેમજ વેજલપુર હેમલ શાહ, ઋચિત શાહ, શાંતિલાલ, સુરેશભાઈ સમાજના સંગઠન આગેવાનો આ પ્રસંગે હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા તેનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો