એક ઇસમ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવા બાબતે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ લખાવી

ઝઘડિયા તાલુકાના એક ગામની સગીર યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર યુવક સામે ફરિયાદ




ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી સગીરાને એક ઇસમ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવા બાબતે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. 


બનાવ અંગે મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના એક ગામે આ ૧૭ વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે. દરમિયાન ગત તા.૨૭ મીના રોજ ઝઘડિયા ત‍ાલુકાના લિમોદરા ગામે રહેતો વિશાલ ફુલસિંગ વસાવા નામનો યુવક આ સગીર‍ાને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો. આ સંદર્ભે ભોગ બનનાર સગીરાના પિતાએ તેમની સગીર વયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપીને પટાવી ફોસલાવીને પોતાના વાલીપણામાંથી ભગાડી જનાર સદર ઇસમ વિશાલ ફુલસિંગ વસાવા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસના જણાવ્યા અનુસાર સદર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો