અજાણ્યા વ્યક્તિને છોડાવવા વચ્ચે પડતા ઉશ્કેરાયેલા ઈસમે ઓળખીતા વ્યક્તિ પર ધારીયા વડે હુમલો કર્યો

ભરૂચમાં અજાણ્યા ઈસમોને છોડાવવા વચ્ચે પડેલા યુવકને ઉશ્કેરાયેલા ઈસમે માથા અને મોઢાના ભાગે ધારીયાના ઘા માર્યા


ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં બે વ્યક્તિઓ કોઈ બાબતે મારામારી કરી રહ્યા હતાં.તે સમયે અજાણ્યા વ્યક્તિને છોડાવવા વચ્ચે પડતા ઉશ્કેરાયેલા ઈસમે ઓળખીતા વ્યક્તિ પર ધારીયા વડે હુમલો કર્યો હતો. જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા વડોદરા સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.આ મમાલે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા મહાવીર નગરમાં રહેતા રાજ ગણેશ ચૌહાણ કડિયા કામ કરીને જીવન ગુજરાન ચલાવે છે.ગતરોજ તે પોતાનુ કામકાજ પતાવી ઘરે આવી સાંજના સમયે બીજા દિવસની મજૂરી કામ માટે શક્તિનાથ સર્કલ પાસે ગયો હતો.ત્યાંથી તે ચાલતા ચાલતા તેના ઓળખીતા સુનિલ જયંતીભાઈ વસાવા અને સુકલીબેન મળવા માટે ગયા હતાં.આ સમયે સુનીલ જયંતિ વસાવા એક અજાણ્યા ઈસમને ઢીકાપાટુનો માર મારતો હતો જેથી ગણેશ ચૌહાણે આ અજાણ્યા ઈસમને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો.

જેથી ઉશ્કેરાયેલા સુનિલ વસાવાએ નજીકમાં પડેલા ધારીયું લઇ ગણેશને કહેવા લાગ્યો હતો.કે, તું શા માટે અમારા ઝઘડામાં વચ્ચે પડે છે ? તેમ કહી તેને અપશબ્દો બોલી માથાના ભાગે તથા મોઢાના ભાગે ધારીયાના પાંચથી છ ઘા ઝીંકી દીધા હતા.આ ઘટનામાં રાજ ગણેશને ગંભીર ઈજાઓ પહોચતા તે બેભાન થઈ જતાં તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ બાબતે રાજ ગણેશ ચૌહાણે સુનિલ વસાવા વિરુધ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો