કેસરોલ ગામ નજીક આવેલા ટોલ ટેક્સ પર ભરૂચ રજિસ્ટ્રેશનની લક્ઝરી બસ હોવા છતાંય ટોલ ટેક્સ દ્વારા ટોલ વસુલવામાં આવતો હોવાથી સ્થાનિકોમાં આક્રોશ વ્યક્ત કર્યો

ભરૂચ અને દહેજ વચ્ચે આવેલા કેસરોલ ગામ નજીક આવેલા ટોલ ટેક્સ પર ભરૂચ રજિસ્ટ્રેશનની લક્ઝરી બસ હોવા છતાંય ટોલ ટેક્સ દ્વારા ટોલ વસુલવામાં આવતો હોવાથી સ્થાનિકોમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.જો ટોલ દ્વારા તેમની માંગણી નહિ સ્વીકાર તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાત રાજય માર્ગ વિકાસ નિગમ ( જીએસઆર ડીસી) દ્વારા વર્ષ 2018 માં ભરૂચથી દહેજને જોડતાં 48 કિમિ સ્ટેટ હાઇવેનું નવીનીકરણ કરી તેને સીકસ લેનમાં ફેરવી દેવાયો હતો.આ માર્ગ પરથી પસાર થતાં ટુ એકસેલથી મલ્ટીએકસેલ વાહનો પાસેથી રીટર્ન ટ્રીપ માટે ટોલ વસુલવામાં આવી રહ્યો છે.જેમાં ભરૂચ-દહેજ માર્ગ પરથી ટુ વ્હીલર,થ્રી વ્હીલર્સ, એલએમવી, એસટી બસ તથા ભરૂચનું પાર્સિંગ ધરાવતાં વાહનોને મુકિત આપવામાં આવી છે.ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા વેંગણી ગામના રહેવાસી ભરત ગોહિલ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

તેમની પાસે એક લકઝરી બસ ભરૂચ રજિસ્ટ્રેશનની છે પરંતુ તેની નંબર પ્લેટ જીજે 06 ની હોય કેસરોલ ગામ નજીક આવેલા ટોલ પરથી અવર જવર કરતા વખતે ટોલ ટેક્સ વાળા તેને રોકીને ટોલની માંગણી કરવામાં આવે છે.જ્યારે ભરત ગોહિલે આ બાબતે ટોલ ટેક્સના સંચાલકોને અનેક વખતે રજુઆતો કરવા છતાંય તેઓ માનતા નહિ હોય આજ રોજ ટોલ બુથના સંચાલકો સામે આક્રોશ ફેલાયો હતો.જો ટોલ બુથવાળા તેમની માંગણીઓ નહિ સ્વીકારે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ મામલે તેઓએ ટોલ બુથના સંચાલકને તેની ઓફિસમાં રજૂઆત કરતાં ટોલ બુથનું સંચાલન કરતાં સંદીપ સિંગારેએ જણાવ્યું હતું કે,આ તેમની બસ દહેજની છે પણ તેઓનું પાર્સિંગ જીજે 16 નું નહિ હોવાથી તેમને અમે નહિ છોડી શકતા તેમ છતાંય અમે તેમને 50 ટકા ડિસ્કાઉન્ટ આપીને પણ બસ જવા દઈએ છે પણ તેમને તે ટોલ જ નહીં ભરવો તે અમારી નોટિફિકેશનમાં નહિ આવતું હોવાનું જણાવ્યું હતું.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો