વીજ વિભાગ દ્વારા અવાર નવાર વીજ કનેક્શન નું ચેકિંગ કરતા, ગ્રામ્ય વિસ્તાર મોખરે

 2.28 લાખમાંથી 6 હજાર જોડાણોમાં ગેરરીતિ, 90 ટકા કેસ ગ્રામ્ય વિસ્તારના

ભરૂચ જિલ્લામાં દર વર્ષે વીજ વિભાગ દ્વારા વીજચોરીના કનેકશન પકડી પાડવામાં આવ્યા છે. જેમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ વિભાગેએ 2,28,082 કનેક્શન નું ચેકિંગ કરતા 5,911 ગેરકાયદેસર કનેક્શન પકડી પાડવામાં આવ્યા હતા. જેઓને 19. 15 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં વીજચોરીના 5,911 કનેક્શનો પકડીને 1915.41 લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ વર્ષ 22-23 માં 2,878 ને વર્ષ 23-24 માં 1,664 કનેક્શનો પડ્યા હતા. મોટાભાગે વીજ ચોરી ગ્રામ્ય વિસ્તારમાં થતી હોય છે. લોકો દ્વારા અવનવા પેતરા અપનાવી વીજ ચોરી કરતા હોય છે. જેમાં મોટાભાગે અલગથી વાયર નાખી વીજ ચોરીના વધુ બનાવો બનતા હોય છે. તે સિવાય ઈલેક્ટ્રીક મીટરમાં છેડછાડ રજીસ્ટન લગાવી તેમજ સાદા મીટરમાં ન્યુટ્રલ બ્રેક કરી અર્થિંગકરીને ને વીજ ચોરી કરવામાં આવે છે. ઉનાળામાં સૌથી વધુ વીજ ચોરી થતી હોય છે. જેના કારણે લોડીંગ વધે છે, તેથી લો વોલ્ટેજ ટ્રીપ વાગવી જેવી સમસ્યા ઊભી થાય છે. સાથે વાયરો અને ટ્રાન્સફોર્મર પણ ફૂકાઈ જતા હોય છે. જેથી વીજ વિભાગ દ્વારા અવાર નવાર વીજ કનેક્શન નું ચેકિંગ કરવામાં આવે છે. આમ ગ્રામ્ય વિસ્તારમાં થી 90 ટકા વીજ ચોરી પકડાય છે.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો