નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના મદદનીશ લાંચ લેતા ઝડપાયા

લાખોની લાંચ લેતો ભ્રષ્ટ અધિકારી રંગેહાથ ઝડપાયો, ACB આ રીતે પાર પાડ્યું ઓપરેશન

ભ્રષ્ટાચારી અધિકારીઓને ઝડપી પાડવા માટે હવે એન્ટી કરપ્શન બ્યુરો (anti corruption bureau) પણ સજ્જ બન્યું છે, જેમાં ભરૂચની બહુમાળી બિલ્ડિંગના અધિકારીએ અરજદારને ફેક્ટરી ખોલવા માટે પ્લાનના નકશા મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હોય અને સવા લાખ રૂપિયાની લાંચ લેતા અધિકારી સુરત એન્ટીકરપ્શનના છટકામાં ઝડપાઈ જતાં ભ્રષ્ટ અધિકારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ભરૂચની (Bharuch) બહુમાળી બિલ્ડિંગમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી આવેલી છે, જેમાં વર્ગ-2 ના મદદનીશ નિયામક (Assistant Director Class-II) જિગરભાઈ જગદીશચંદ્ર પટેલે અરજદાર નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાન્ટ નકશા મંજૂર કરાવવા જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી. જે અરજીમાં કેટલીક ક્ષતિઓ કાઢી અધિકારી જિગર પટેલે નકશો પાસ કરાવવા અને ફેક્ટરી ખોલવા માટે બધું થઈ જશે પરંતુ, 1 લાખ 25 હજાર રૂપિયા આપવા પડશે કહી લાંચ માગી હતી. લાંચની રકમ અરજદાર ચૂકવવા તૈયાર ન હોય અને ભ્રષ્ટાચારી અધિકારી સામે અરજદારે સુરત એન્ટી કરપ્શનમાં ફરિયાદ કરી હતી.

સુરત એન્ટી કરપ્શનને પણ સંપૂર્ણ પ્રકરણમાં લાંચિયા અધિકારીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. અરજદાર જ્યારે અધિકારીને લાંચની રકમ રૂ. 1 લાખ 25 હજાર આપવા ગયા ત્યારે રૂપિયા સ્વીકારતા સમયે સુરત એન્ટીકરપ્શનના (Surat anti-corruption) અધિકારીઓએ ભ્રષ્ટ અધિકારને રંગેહાથ ઝડપી લીધા હતા અને અધિકારી પાસેથી લાંચની રકમ જપ્ત કરી હતી.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો