હાઈકાલ કંપની અને પત્રકારો વચ્ચે ખેલદિલી ભર્યા વાતાવરણમાં ક્રિકેટ મેચ રમાઇ
પાનોલીની હાઈકલ કંપની અને જિલ્લાના પત્રકારો વચ્ચે ખેલદિલી ભર્યા વાતાવરણમાં ક્રિકેટ મેચ રમાઇ
ત્રણ મેચ પૈકી બે મેચમાં હાઈકલ અને એકમાં પત્રકાર સંગઠનની ટીમ વિજેતા રહી
ગુજરાતમાં તાજેતરમાં જ ચૂંટણીઓ સંપન્ન થઈ છે. સતત દોડભાગ વાળી ચૂંટણી બાદ પત્રકારો અને હાઈકલ કંપની વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ ઉત્સાહ, આનંદ, મનોરંજન અને ખેલદિલી ભર્યા વાતાવરણમાં પૂરી થઈ હતી. હાઇકલ કંપની બે તેમજ પત્રકાર સંગઠન એક મેચમાં વિજેતા રહ્યા હતા. મેચ બાદ વિજેતા ટીમને તેમજ મેન ઓફ ધી મેચ ને ટ્રોફી એનાયત થઈ હતી.
સતત સ્ટ્રેસ અને દોડભાગ વાળી જિંદગી વચ્ચે પત્રકારો હળવાશ અનુભવી શકે અને કંપનીના સ્ટાફ સાથે મિત્રચારી વધે તે હેતુસર હાઈકલ કંપની દ્વારા પત્રકારો સાથે ક્રિકેટ મેચનું આયોજન થયું હતું. જેમાં પત્રકારોની ત્રણ ટીમ AIJ(ભારતીય પત્રકાર સંઘ, પત્રકાર એકતા પરિષદ, ભરૂચ સક્રિય પત્રકાર સંધે ભાગ લીધો હતો. ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે પણ પત્રકારો અને હાઇકલ કંપનીના સ્ટાફ દ્વારા ખુબજ રમૂજ અને ઉત્સાહજનક વાતાવરણ વચ્ચે મેચ રમાઇ હતી. કુલ ત્રણ મેચ પૈકી બે મેચમાં હાઇકલ ની ટીમનો વિજય થયો હતો. જ્યારે એક મેચમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘનો વિજય થયો હતો. આ ત્રણ મેચમાં વિજેતા ટીમને તેમજ મેન ઓફ ધી મેચ બનેલાં કિરીટ પટેલ, નિખિલ પટેલ અને ઉમેશ પટેલને હાઈકલના સાઈટ હેડ નવીન કપિલ, સિનિયર જનરલ મેનેજર સંચીત સિંહા, મીડીયા હેડ અર્ચિકા શ્રીવાસ્તવ, ડેપ્યુટી જનરલ મેનેજર કિંજલ પટેલના હસ્તે ટ્રોફી એનાયત થઈ હતી. સમગ્ર કાર્યક્રમ માટે હાઇકલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
Comments
Post a Comment