કચેરીના પટાંગણમાં પાણીના પંપની ઓરડીમાં સવારે ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર

ભરૂચની મામલતદાર કચેરીની ઓરડીમાં એક યુવાને ગળે ફાંસો ખાઇ જતાં ચકચાર મચી 

કચેરીના પટાંગણમાં પાણીના પંપની ઓરડીમાં સવારે ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર..

કમરે બાંધવાના પટ્ટા વડે યુવકે ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું..


જીવન ટૂંકાવનાર યુવક એક મહિના પછી લગ્ન કરવા માટે ઉત્સુક હતો તમામ તૈયારી થઈ હતી..


ભરૂચની મામલતદાર કચેરીના પટાંગણમાં પાણીના પંપની ઓરડીમાં પાણી ચાલુ બંધ કરવાની કામગીરી કરનાર યુવકે અગમ્ય કારણોસર પંપની ઓરડીમાં કમ્મરે બાંધવાના પટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.આ ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ કલેક્ટર કચેરીના પટાંગણમાં 23 વર્ષીય સંજય મિથેલિયાભાઈ બામનીયા બગીચામાં માળી અને મામલતદાર કચેરી પાસે પાણીના પંપની ઓરડીમાં પાણી ચાલુ બંધ કરવાની કામગીરી કરતો હતો.આજ રોજ સવારના 7 વાગ્યા પહેલા તેણે કોઈ પણ અગમ્ય કારણોસર પાણીના પંપની ઓરડીમાં પતરાની છત સાથે લોખંડની એંગલ સાથે પોતાની કમ્મરના પટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લટકી પોતાની જીવન ટૂંકાવ્યું હતું.આ ઘટનનાની જાણ થતા જ નજીકમાં પરિવારના પરિવારના સભ્યો દોડી આવ્યા હતા.

આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા સિંધવાઈ પોલીસ ચોકીનો સ્ટાફ સ્થળ દોડી આવી યુવકના મૃતદેહને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.જોકે અત્રે ઉલ્લેખનીય છેકે,આ યુવકના એક મહિના બાદ લગ્ન હોય ઘણો જ ખુશ પણ હતો.ગતરોજ તે પોતાના અને પરિવારના સભ્યો માટે નવા કપડા પણ ખરીદ્યા હતા.ત્યારે અચાનક આ યુવકને આત્મહત્યા કરી લેતા ઘનિષ્ઠ તપાસનો વિષય બન્યો છે.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ