પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન,અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને લઘુ ઉધોગ ભારતી ભરૂચ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે ઉધોગકારો નો સંવાદ કાર્યક્રમ યોજાયો

પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએસન ખાતે MP ડેપ્યુટી CMએ લીધી મુલાકાત લીધી

પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએસન ઓફિસ ખાતે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાની ઉપસ્થિતિમાં ઉધોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો









મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા ભરુચ જિલ્લાની 2 દિવસ ની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓની વિશેષ ઉપસ્થિતિમાં પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએસન ઓફિસ ખાતે પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન,અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને લઘુ ઉધોગ ભારતી ભરૂચ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે ઉધોગકારો નો સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં નાયબ મુખ્ય મંત્રીએ વિવિધ સરકારી યોજના સહિત અન્ય મુદ્દે ઉધોગકારો સાથે ચર્ચા વિચારણા કરી હતી.

આ સંવાદમાં ગુજરાત સરકાર ના પૂર્વ ગુર્હ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ,ભરૂચ જિલ્લાના પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા ,અંકલેશ્વર હાંસોટ ના ધારાસભ્ય ઈશ્વર સિંહ પટેલ,ભરૂચ જિલ્લા ના પ્રભારી અશોક પટેલ, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ,વિનોદ પટેલ તેમજ પી.આઇ.એના પ્રમુખ બી.એસ.પટેલ, તેમજ લઘુ ઉધોગ ભારતી બળદેવ પ્રજાપતિ તેમજ ઉધોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.



રિપોર્ટર ભરૂચ

જ્યોતીન્દ્ર ગોસ્વામી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ